________________
ઉપદેશપદ : ભાગ-૨
રાજાને વિસ્મય અને સંતોષ થયો તથા પૃચ્છા કરી કે તેં આ પ્રમાણે ભૂમિની શુદ્ધિ કેમ કરી? તેણે કહ્યું: ભૂમિકાની શુદ્ધિ સ્વરૂપ જ વિધિથી ચિત્રવિધિ સારી રીતે થાય છે. કારણ કે ભાવના સચેતનતા સ્વરૂપ છે, કૃષ્ણ-નીલાદિ વર્ણનોનું સ્વરૂપ જેમાં અત્યંત ઉપસે તે વર્ણકશુદ્ધિ છે. તથા ચિત્રની સ્થિરતા અને વૃદ્ધિ વિસ્તૃત થાય છે. જો ભૂમિ મલિન હોય તો અર્થાત્ ભૂમિની શુદ્ધતા ન ક૨વામાં આવે તો ભાવનાદિની હાનિ થાય છે. પછી તું ઉત્તમ છે એમ કહી તેની પૂજા કરી અને કહ્યું: આ ભીંતને આમ જ રહેવા દે. (૩૬૬)
इत्थं दृष्टान्तमभिधाय दाष्टन्तिकयोजनामाह -
૬
( તુન્નાર્ જિરિયાળુ, અમવ-તૂમમાનીવાળું | ધમ્મટ્ઠાળવિસુદ્ધી, મેવ વેફ ફેંકુના ૬૭૫)
'तुल्यायामेव क्रियायां' चैत्यवन्दनास्वाध्यायसाधूपासनादिरूपायामभव्यदूरभव्यासन्नभव्यादिभेदभाजां जीवानां धर्मस्थानविशुद्धिर्विधीयमानधर्मविशेषनिर्मलता 'एवमेव' चित्रकर्मवत्, भूमिकाशुद्धौ शुद्धबोधिलाभलक्षणायां सत्यामित्यर्थः, 'भवतीष्टफला' निष्कलङ्ककल्याणलाभप्रयोजना, अन्यथा तद्विपर्यय एवेति ॥ ३६७॥
આ પ્રમાણે દૃષ્ટાંતને કહીને દૃષ્ટાંતની યોજનાને કહે છે–
ગાથાર્થ-અભવ્ય-દૂરભવ્ય આદિ જીવોની સમાન ક્રિયામાં ધર્મસ્થાનની વિશુદ્ધિ ચિત્રકર્મની જેમ ઇષ્ટફળવાળી થાય છે.
ટીકાર્થ—અભવ્ય, દૂરભવ્ય, આસન્નભવ્ય (અપુનર્બંધક અને સમ્યગ્દષ્ટિ) વગેરે જીવો ચૈત્યવંદન, સ્વાધ્યાય અને સાધુસેવા વગેરે ક્રિયા એક સરખી કરે છે. (પણ બધા જીવોની ક્રિયા ઇષ્ટલવાળી થતી નથી,) કરાતા ધર્માનુષ્ઠાનોમાં રહેલી નિર્મલતા ચિત્રકર્મની જેમ ઇષ્ટફલવાળી થાય છે, અર્થાત્ શુદ્ધબોધિલાભરૂપ ભૂમિકા શુદ્ધ હોય તો ધર્મક્રિયા ઇષ્ટફલવાળી થાય. જેનાથી નિષ્કલંક કલ્યાણનો લાભ થાય તે ધર્મક્રિયા ઇષ્ટફલવાળી કહેવાય. (અભવ્ય આદિ જીવોની ધર્મક્રિયાથી મિથ્યાત્વના કારણે નિષ્કલંક કલ્યાણનો લાભ થતો નથી. કારણ કે પાપાનુબંધી પુણ્યનો બંધ થવાના કારણે તેમના સુખની પાછળ દુઃખ રહેલું હોય છે. સુખ પૂર્ણ થતાં જ દુઃખ આવીને ઊભું રહે છે.) (૩૬૭)
एतदेव परमतसंवादेनाह
अज्झप्पमूलबद्धं, इत्तोमो सयं बंति ।
तुच्छमलतुल्लमएणं, अण्णेवज्झप्प सत्थण्णू ॥३६८ ॥
१. इयं मूलगाथाऽस्मत्समीपस्थे चतुर्ष्वप्यादर्शपुस्तकेषु नास्ति, टीकाग्रन्थानुसारेण तु पदानि विविच्यात्र गाथारूपेणानुमाय संदृब्धेयं गाथा, अत एव कोष्टके दत्ता ।