________________
ઘરની દિશામાં જનારો સામેથી લીફ્ટ આપીને, તમારા ઘરે પહોંચાડે તો તેનો ઉપકાર માનો કે નહિ? અરે ! તે તો તે તરફ જવાનો જ હતો, ગાડીમાં જગ્યા હતી જ. તમારા માટે તેણે વિશેષ તો કાંઇ નથી કર્યું છતાં તમે ઉપકાર માન્યા વિના રહો ખરા ? ન માનો તો કેવા કહેવાઓ ? ભગવાન માર્ગ બતાડીને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે તો તેમનો ઉપકાર ન માનીએ ? તેમની રોજ દર્શન-પૂજા વગેરે ન કરીએ તો કેવા ગણાઇએ ? તેમની ભક્તિ કરવાથી દુઃખો-પાપોદુર્ગતિ જાય; સુખ-પુણ્ય-સદ્ગતિ-મોક્ષ મળે.
Star તિવૈયરા મે પસીયંતુ= તીર્થંકર પરમાત્માઓ મારી ઉપર પ્રસન્ન થાઓ.’ ભગવાન તો વીતરાગ છે. રાગ-દ્વેષ વિનાના છે. ભક્તિ કરવાથી તેઓ પ્રસન્ન શી રીતે થાય ? તેમની આશાતના કરીએ તો ઢેષ વિનાના ભગવાન નુકશાન શી રીતે કરે ? ( અગ્નિમાં ક્યાં રાગ કે દ્વેષ છે ? છતાં જે વિધિ સહિત તાપે તેની તે ઠંડી ઊડાડે ને ? જે વચ્ચે હાથ નાંખે તેને ન બાળે ? રેચકચૂર્ણ જે લે તેની કબજિયાત દૂર થાય, ન લે તેની દૂર ન થાય, તેમાં શું રેચકચૂર્ણને કોઇ પ્રત્યે રાગ કે દ્વેષ છે ? જેના દરવાજા ખુલ્લા હોય ત્યાં સૂર્ય પ્રકાશ આપે અને ભોંયરા વગેરેમાં ન આપે તેમાં કાંઇ તેના રાગ-દ્વેષ થોડા છે ? અગ્નિ, રેચકચૂર્ણ, સૂર્ય વગેરેની જેમ તેવી શક્તિ છે, તેમ રાગ-દ્વેષ વિનાના વીતરાગ પરમાત્માની પણ તેવી શક્તિ જ છે કે જેનાથી ભગવાનની સન્મુખ થનારાને પુષ્કળ લાભ થાય છે, તેમની આશાતના કરનારાને તેનો પરચો અનુભવવો પડે છે !
વીતરાગોડણય દેવો, ધ્યાયમાનો મુમુક્ષુભિઃ વિન - સ્વગપવર્ગફલદઃ શક્તિસ્તસ્ય હિ તાદેશી ! __ - મુમુક્ષુઓ વડે ધ્યાન ધરાતો વીતરાગી દેવ પણ સ્વર્ગ અને અપવર્ગ મોક્ષ રૂપી ફળ આપનારો છે, કારણકે તેની શક્તિ જ તેવી છે. જે આ પરમાત્માના ગુણો ગાય, ભક્તિ, વંદના, પૂજનાદિ કરે તેના દુઃખો અને દોષો જાય, તે એક દિન ભગવાન જેવો બને. આનું નામ પરમાત્માની પ્રસન્નતા... 2 આ સંસારમાં વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે કોઇ વડિલ નાની વ્યક્તિ ઉપર પ્રસન્ન થયા, એટલે શું ? પ્રસન્ન થયા એટલે તેમના થકી નાનાને કાંઇ લાભ થયો. તે જ રીતે પરમાત્માની ભક્તિથી આપણને મોક્ષ સુધીના તમામ પદાર્થોનો જે લાભ થાય તે જ આપણી ઉપર ભગવાનની પ્રસન્નતા.
ભગવાનની ભક્તિથી જે મળ્યું, તે ભગવાને જ આપ્યું ગણાય. વેપારીએ તેના ઘરાકની થાપણ તેને નહોતી આપવી તો ય રાજાની પ્રસન્ન નજર ઘરાક
તત્વઝરણું
૨૦