________________
ભાવના ભાવવી જોઇએ.
અભવ્ય આત્મા વેશનો સાધુ બની શકે. તે શ્રાવક-શ્રાવિકા-સાધુસાધ્વી-આચાર્ય સુધીનો બાહ્ય વિકાસ સાધી શકે, પણ અંદરથી તો તે સમકિતા પણ પામી ન શકે. મિથ્યાત્વ પણ ત્યાગી ન શકે.
જે આત્મા ભગવાનની તમામે તમામ વાતો અંતરથી માને તેને જ સમકિતા હોય, “એસ અકે, એસ પરમકે, સેસે અણકે ! આ જ અર્થ છે. આ જ પરમાર્થ છે. બાકીનું બધું અનર્થ છે.” આવી, પરમાત્માના વચનો પ્રત્યેની અકાટ્ય શ્રદ્ધા જોઇએ. “સાચા છે વીતરાગ, સાચી છે એની વાણી, આધાર છે આજ્ઞા, બાકી ધૂળધાણી'' એવો પોકાર સમકિતીના રોમરોમમાં પ્રગટતો હોય.
ભગવાનની ૯૯ વાતો માને પણ એક વાત ન માને તો ય તે સમકિતી નહિ. અહીં ૩૫ કે ૯૯ માર્કે નહિ, પૂરેપૂરા ૧૦૦ માર્ક આવે તો જ પાસ થવાય છે. ભગવાનની એક વાત પણ ન માની એટલે સમકિત ગયું. મિથ્યાત્વી બની ગયા. “ભગવાને જે કહ્યું છે, તે જ સાચું અને શંકા વિનાનું છે,” તેવી શ્રદ્ધા તે સમકિત. સમકિતીનો અવશ્ય મોક્ષ થાય.
અભવ્ય આત્મામાં મોક્ષે જવાની યોગ્યતા નથી. તેથી તેનામાં સમકિત પણ ન આવે. તે આત્મામાં કોમળતા ન હોય,નિષ્ફરતા-જૂરતા હોય. જેને ભગવાન ના વચનમાં શંકા પડે તેના સમકિતમાં આપણને શંકા પડે. તે જ રીતે જેનામાં કરુણા કે કોમળતા નહિ, તેના ભવ્યત્વમાં પણ શંકા પડ્યા વિના ન રહે. .
. જેનું હૃદય કોમળ નથી, જેની આંખમાં કણાના, અનુમોદનાના કે પશ્ચાતાપના આંસુ નથી તે અબજોપતિ હોય તો ય આધ્યાત્મિક જગતનો ભિખારી છે. તેનાથી ઉલટું, ભૌતિક રીતે ગરીબ હોવા છતાંય જેની પાસે કરુણા, અનુમોદના કે પશ્ચાતાપના આંસુની મૂડી છે, તે આધ્યાત્મિક જગતનો શ્રીમંત છે.
આ અવસર્પિણીકાળમાં સૌથી પ્રથમ મોક્ષે જવાનું સદ્ભાગ્ય મરુદેવા માતાને એક હજાર વર્ષ સુધી કષભને યાદ કરી-કરીને પાડેલાં આંસુના પ્રભાવે મળ્યું છે. ચંદનબાળાને ત્યાં પ્રભુ મહાવીરદેવ આંસુના પ્રભાવે પધાર્યા હતા. આધ્યાત્મિક વિકાસ માટે રુપિયાનું નહિ, આંસુનું મૂલ્ય ચૂકવવાનું છે. હસતા હસતા કેવળજ્ઞાન કોઇને ય નથી મળ્યું. રડતાં રડતાં કેવળજ્ઞાન કોને નથી મળ્યું? તે સવાલ છે. ચાલો... રડવાની તો સાધના કરીએ.
અહીં વાર્થથી રડવાની વાત નથી. તેવું તો ઘણીવાર ઘણું રડ્યા. અહીં તો કરુણા-અનુમોદના-પશ્ચાતાપ-પ્રભુવિરહ વગેરે કારણે રડવાની વાત છે.
તત્વઝરણું