Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 282
________________ છેલ્લા દ્વીપ-સમુદ્રનું નામ સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. ત્યાં સુધી બધે પંચેન્દ્રિય તિર્યંચો હોય છે. પણ મનુષ્યોના જન્મ-મરણ તો માત્ર અઢીદ્વીપમાં જ થાય છે. અઢીદ્વીપનું માપ ૪૫ લાખ યોજન થાય છે. મનુષ્યોનો જ મોક્ષ થાય છે. આયુષ્ય પૂર્ણ થતાં કેવલી ભગવંતો નિર્વાણ પામીને સીધી લીટીમાં જ ઉપર ગતિ કરે છે. તેથી મોક્ષ સિદ્ધશીલા પણ ૪પ લાખ યોજનની જંબૂદ્વીપની મધ્યમાં મહાવિદેહક્ષેત્ર આવેલું છે તેની મધ્યમાં મેરુપર્વત છે. ઉપર ઉત્તરમાં ઐરાવતક્ષેત્ર છે. નીચે દક્ષિણમાં ભરતક્ષેત્ર આવેલું છે. અસિ = શસ્ત્રો, મસિ = વેપાર-વાણિજ્ય, કૃષિ = ખેતી વગેરે કર્મો = કાર્યો આ ત્રણ ક્ષેત્રોમાં હોવાથી તેઓ કર્મભૂમિ કહેવાય છે. ધર્મ પણ અહીં છે. ધર્મ એટલે સર્વવિરતિધર્મ. તેની આરાધના આ કર્મભૂમિમાં હોય. તીર્થકરો પણ અહીં થાય. તીર્થની સ્થાપના પણ અહીં થાય. મોક્ષમાર્ગનું પ્રવર્તન પણ અહીં હોય. અઢીદ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહક્ષેત્રો છે. માટે કુલ પંદર કર્મભૂમિ છે. તેમાં મોક્ષમાર્ગ છે. મહાવિદેહક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ બે વિભાગ છે. તે દરેકના ઉત્તર-દક્ષિણ બે બે વિભાગ થતાં ચાર વિભાગ થાય. તે દરેકમાં આઠ-આઠ મોટા દેશો-વિજયો. છે. કુલ ૩૨ વિજયો છે. એક વિજયમાંથી બીજી વિજયમાં જઇ ન શકાય કારણકે વચ્ચે મોટો ૫૦૦ યોજન ઊંચો પર્વત કે ૫૦૦ યોજન ઊંડી મોટી નદી છે. તેમાંની ૮, ૯, ૨૪, ૨૫ નંબરની ચાર છેડે રહેલી ચાર વિજયમાં અત્યારે સીમંધરસ્વામી, યુગમંધર સ્વામી, બાહુવામી અને સુબાહુવામી નામના ચાર તીર્થકરો જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં વિચરે છે. દરેક મહાવિદેહક્ષેત્રમાં આ રીતે ચાર-ચાર ભગવાન વિચરતા હોવાથી હાલ ૨૦ ભગવાન વિચરી રહ્યા છે, તેઓ વિહરમાન ભગવાન તરીકે ઓળખાય છે. આપણું ભરતક્ષેત્ર પ૨૬ ૬/૧૯ યોજન જેટલું છે. હાલ તો પૂરી ૧૦ યોજના જેટલી પણ દુનિયા શોધાઇ નથી ! પૂરું ભરતક્ષેત્ર શોધી શકાયું નથી તો મહાવિદેહક્ષેત્ર કે ઐરાવતક્ષેત્ર કે અન્ય દ્વીપ સમુદ્રોની તો શી વાત કરવી? વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. તત્વઝરણું ૨૭૨

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294