Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 287
________________ જન્મેલો આત્મા જ તે ભવમાં મોક્ષે જઈ શકે. મહાવિદેહક્ષેત્રમાં કાયમ ચોથા આરા જેવો કાળ હોવાથી ત્યાં મોક્ષમાં જવાનું કામ ચાલુ હોય છે. આપણે ત્યાં ત્રીજા-ચોથા આરામાં જન્મેલા જીવો આયુષ્ય પૂર્ણ થતાં ત્રીજા-ચોથા કે પાંચમાં આરામાં મોક્ષે જાય છે. ગૌતમસ્વામી, સુધરવામી, જંબુવામી વગેરે ચોથા આરામાં જન્મ્યા હતા, પણ તેમનો મોક્ષ થયો ત્યારે પાંચમો આરો ચાલતો હતો. જંબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને અર્ધપુષ્કરવરદ્વીપના તમામે તમામ પ્રદેશોથી અનંતા-અનંતા આત્માઓ આજ સુધીના અનંતકાળમાં મોક્ષે ગયા છે. અઢીદ્વીપનો એક પણ પ્રદેશ એવો નથી કે જયાંથી અનંતા આત્માઓ મોક્ષે ગયા ન હોય. કર્મભૂમિમાં ચોથા આરા જેવા કાળમાં જન્મેલા આત્માઓને દેવો ઉપાડીને અકર્મભૂમિમાં પર્વતો ઉપર કે સમુદ્રોમાં લાવ્યા હોય તેવું અનંતીવાર બન્યું છે. આમ અઢીદ્વીપના પ્રત્યેક કાંકરે કાંકરે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. પણ તેના કરતાંય અનંતગણા અનંતા આત્માઓ શત્રુંજયના કાંકરે કાંકરે મોક્ષે ગયા છે. વળી, અન્ય સ્થાને તો જુદા જુદા રોગોની આરાધના કરી, જોરદાર પુરુષાર્થ કરીને મોક્ષ પામી શકયા છે, જયારે શત્રુંજયે તો પોતાના પુરુષાર્થથી નહિ, પણ શત્રુંજયના પ્રભાવ થી મોક્ષે ગયા છે, માટે શત્રુંજય ગિરિરાજનો મહિમા અપરંપાર છે. જંબુદ્વીપની ચારેબાજુ ફરતા બે લાખ યોજન વિસ્તારવાળા લવણસમુદ્રમાં ચાર દિશામાં ચાર મહાપાતાળકળશો આવેલા છે. તે દરેક એકલાખ યોજન પેટવાળા, એકલાખ યોજન ઊંડા અને ૧૦,૦૦૦ યોજના મોઢાવાળા છે. બે મહાપાતાળકળશની વચ્ચે ૧૯૦૧-૧૯૦૧ લઘુપાતાળકળશો હોવાથી કુલ ૦૮૮૪ (૧૯૭૧૪) લઘુપાતાળકળશો આવેલા છે, તે મહાપાતાળ કળશના ૧૦૦માં ભાગના માપના છે. આ પાતાળકળશોના મોઢાના ૧૦,૦૦૦ યોજનની પહોળાઈના ભાગમાં, લવણસમુદ્રનું પાણી ૧૦૦૦ યોજન ઊંડુ છે. અને ઉપરની સપાટીથી ૧૬૦૦૦ યોજન ઊંચાઈવાળી પાણીની દિવાલ છે. પાતાળકળશોના નીચેના ૧/૩ ભાગમાં વાયુ, વચ્ચેના ૧/૩ ભાગમાં વાયુ-પાણી તથા ઉપરના ૧/૩ ભાગમાં પાણી છે. રોજ બે વાર વાયુ ક્ષોભ પામે છે. તેનાથી ઉપરનું પાણી ઉછળે છે. પરિણામે તે પાણી ૧૬,૦૦૦ યોજન ઊંચી દિવાલ ઉપરથી ઉછળીને જંબૂદ્વીપની દિવાલ તરફ ઘસમસતું આવે છે. જે તે પાણી જંબૂઢીપ સુધી આવે તો આખોને આખો જંબૂદ્વીપ ડૂબી જાય. પણ વેલંધર અને અનુવેલંધર દેવો હાથમાં પાવડા-કડછા લઈને તે પાણી તત્વઝરણું ૨૦૦

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294