Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 289
________________ સંવત ૨૦૫૯ કારતક વદ ૩ શનિવાર. તા. ૨૩-૧૧-૦૨ આ વર્ષના આ કાંદીવલી-શંકરગલી ચોમાસાની સવારની પ્રવચનમાળાનું આજે આ છેલ્લું પ્રવચન છે. આવતીકાલે સવારે વિહાર છે. હજુ નામકર્મના ૨૦ ભેદો તથા તિર્યંચગતિના જીવોના ભેદો વિચારવાના બાકી છે. સમયની અનુકૂળતા મુજબ ટૂંકાણમાં આપણે આજે વિચારણા કરીએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, “પહેલા જ્ઞાન પછી દયા. કારણ કે જે જીવને જાણતો નથી, અજીવને જાણતો નથી તે શી રીતે જીવોની દયા પાળી શકશે? સંયમની આરાધના તે શી રીતે કરી શકશે?'' માટે આપણે જીવોની જાણકારી મેળવવી જોઈએ. 1 જે પ્રાણોને ધારણ કરે તે પ્રાણી કહેવાય. જે જીવે તે જીવ કહેવાય. પ્રાણો બે પ્રકારના છે. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. શરીર સાથે સંબંધ ધરાવે તે દ્રવ્યપ્રાણ કહેવાય. તે દસ પ્રકારના છે. પાંચ ઈન્દ્રિય, મન-વચન અને કાયાના ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ ભાવપ્રાણો આત્મા સાથે સંબંધ ધરાવે છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેનો સમાવેશ થાય છે. આત્માનો દ્રવ્યપ્રાણો સાથે સંયોગ થાય તેને જીવની ઉત્પત્તિ (જન્મ) કહેવાય છે. જ્યાં સુધી આત્મા અને દ્રવ્યપ્રાણો જોડાયેલા રહે ત્યાં સુધી જીવન કહેવાય. આત્મા અમર છે. તે કદી મરતો નથી. આત્મા ચાલ્યો જાય ત્યારે શરીર પડ્યું રહે છે. તે પણ મરતું નથી; પણ તે વખતે આત્મા અને દ્રવ્યપ્રાણો မှ છૂટા પડ્યા, તેનો મોત તરીકે વ્યવહાર થાય છે. આત્મા કે શરીર મરતું ન હોવાથી જીવહિંસા શી રીતે થાય? તેમ ન કહેવું. પ્રમાદના યોગથી આત્માને તેના દ્રવ્ય પ્રાણોથી વિખૂટો પાડવો તેનું નામ હિંસા. તેવું કરવાથી હિંસાનું પાપ લાગે. પાપથી સતત ધ્રૂજતા રહેવું જોઈએ. શકિત હોય તો પાપથી ભાગી છૂટવા સંયમજીવન જીવવું જોઈએ. શ્રાવક પાસે સદા ખેશ કે ચરવળો હોય. તેના વડે પૂંજવા-પ્રમાર્જવાનું ચાલુ હોય. રસોડામાં પણ પૂંજણી વિના તેને ન ચાલે; એક શ્રાવકને એક્સીડન્ટ થતાં એમ્બ્યુલન્સમાં મૂકવા ગયા તો પહેલાં ચરવળાથી તેમણે સીટ પૂંજાવી, પછી જ તેમાં પ્રવેશ કર્યો. શ્રાવક તે જીવો હો પ્રકારના છે. સંસારી અને મુક્ત સંસારી આત્માને ભાવપ્રાણ અને દ્રવ્યપ્રાણ; બંને હોય માટે તેમને જન્મ-જીવન-મરણની ઘટમાળ ચાલે; પણ મોક્ષે પહોંચેલા મુક્ત જીવોને માત્ર ભાવ પ્રાણો જ હોય, તેમને દ્રવ્ય પ્રાણો ન હોવાથી તેના સંયોગ-વિયોગ રુપ જન્મ-મરણ પણ ન હોય. તત્વઝરણું ૧૬ ૨૦૯

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294