Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 280
________________ સંવત ૨૦૫૯ કારતક સુદ ૧૪ મંગળવાર. તા. ૧૯-૧૧-૦૨ આપણે જે વિશ્વમાં રહીએ છીએ તે વૈજ્ઞાનિકોએ શોધેલી આજની દુનિયા જેટલું નાનું નથી પણ ચૌદ રાજલોક પ્રમાણ છે. તેમાં દેવલોક, નારકો, મોક્ષ વગેરે બધું આવેલું છે. વૈજ્ઞાનિકો તો ચૌદ રાજલોકમાંથી વચલો એક રાજલોક પણ નહિ, અરે ! પહેલી નારકની ઉપલી સપાટી ઉપર આવેલા અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોમાંનો એક દ્વીપ પણ નહિ, અરે ! એક લાખ યોજન જંબૂદ્વીપના માત્ર ૧૦ યોજન જેટલી દુનિયા પણ આજ સુધી શોધી શક્યા નથી ! પરમાત્માએ પ્રયોગ કરવાના ન હોય, તેઓ યોગ-સાધનાથી મળેલા કેવળજ્ઞાનથી જાણે. પ્રયોગ કરનારું વિજ્ઞાન પરિવર્તનશીલ છે પણ પરમાત્માની વાતો અપરિવર્તનશીલ છે. ત્રણે કાળમાં કયારે પણ પરમાત્માની વાતમાં કોઇ ફરક ન પડે. સ્વયંભૂ મા દ્વીપ નંદીશ્વર દ્વીપ ઇવર દ્વીપ તુવર લા શીવર દ્વીપ વારસીવર ન તુવર Bidal s જંબુ પણ ચોદો મ જરૂર સમ ક્ષણ સા સીવર સમુદ્ર ધૃવર સર્વ સ્વર સમા નંદીશ્વર સ અસંખ્ય દ્વીપો અને અમુ સ્વયંભૂરમણ સમુદ્ર પરમાત્માએ કેવળજ્ઞાનના પ્રકાશમાં જોઇને કહ્યું છે કે રત્નપ્રભા નામની પ્રથમ નરકપૃથ્વી સ્થિર છે. તે ફરતી નથી. તેના મધ્યભાગમાં એક લાખ યોજનનો જંબુદ્વીપ આવેલો છે. તેમાં જાંબુનું વૃક્ષ હોવાથી તેનું નામ જંબુદ્વીપ છે.તેને ફરતો બે લાખ યોજનના વિસ્તારવાળો લવણસમુદ્ર આવેલો છે. લવણ = મીઠું. તત્વઝરણું ૨૦૦

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294