________________
કરિયા જલ અલ સાયની પહેલો ભાવ પણ
આત્મા પીલાતો નથી. શરીર નાશ પામે પણ આત્મા કદી નાશ ન પામે. આ પાલક ઉપર પણ જરાય દુર્ભાવ કરતાં નહિ. તેનો ઉપકાર માનજો. મોક્ષે પહોંચાડવા તે તમારા કર્મો ખપાવવા દ્વારા ઉપકાર કરી રહ્યો છે.' વગેરે સમજણ અપાવા લાગી. ગુરુ જેમ જ્ઞાનના સાગર હતા, તેમ શિષ્યો ગુરુપ્રત્યેના સમર્પણભાવના સ્વામી હતા. ઉછળતાં બહુમાનથી ગુરુદેવની વાતો તેમણે સ્વીકારી. પરિણામે સૌએ વારાફરતી ક્ષપકશ્રેણી માંડી. કર્મો ખપાવીને ૪૯૯ મોક્ષે ગયા. કોઇએ પાલક પ્રત્યે દુર્ભાવ ન કર્યો. પોતાનું ખરાબ કરનારને પણ ઉપકારી માનીને મોટી ક્ષમા આપી.
આપણું કોઇ ગમે તેટલું ખરાબ કરે, આપણે કદી તેના પ્રત્યે દુર્ભાવ ન કરવો. પાર્શ્વનાથ ભગવાનનો પહેલો ભવ મરુભૂતિનો હતો. પોતાની પત્નીનો પોતાના ભાઇ કમઠ સાથેનો આડો વ્યવહાર જાણીને તેને દુઃખ થયું. રાજાને ફરિયાદ કરતાં રાજાએ કમઠને દેશનિકાલ કર્યો. તે તાપસ બન્યો. ભાઇનું અપમાન થયેલું જાણી દુ:ખી બનેલો મરભૂતિ માફી માંગવા કમઠના પગમાં પડયો ત્યારે કમઠે તેના માથા ઉપર શીલાનો પ્રહાર કર્યો. માફી માંગતાં માફીના બદલે મોત મળે તે કેવી રીતે સહન થાય? દુભવ ન થાય ?
કર્મસત્તા કહે છે કે તેના ગુનાની સજા તેને હું કરીશ. તને સજા કરવાનો અધિકાર નથી. તું દુર્ભાવ શા માટે કરે ? તું દુભવ કરીશ તો તારા તે ગુનાની સજા મારે તને પણ કરવી પડશે. મરુભૂતિને ક્ષણ માટે દુર્ભાવ આવ્યો તો મરીને તે હાથી બન્યો. સમકિત હારી ગયો.
ઘાણીમાં પીલતા જ્યારે છેલા બાળસાધુનો વારો આવ્યો ત્યારે સ્કંદકસૂરિએ કહ્યું, “તેને પીલતાં પહેલાં મને પીલ. મારો આ લાડકો શિષ્ય છે. હું મારી આંખે તેને પીલાતો જોઇ નહિ શકું.' પાલક કહે, “તમને જેમાં વધારે દુઃખ થાય તે જ કરીશ, મને તેમાં મજા આવશે.'
આનું નામ નિષ્ફરતા. બીજાને ત્રાસ આપવામાં આનંદ, બીજાના આનંદમાં ત્રાસ તે કઠોરતા. બાળસાધુને નિર્ધામણા કરાવ્યા. બાળમુનિ પણ મોક્ષે ગયા પણ છેલે સ્કંદકસૂરિજીને પાલક ઉપર ગુસ્સો આવ્યો. તેઓ જીવન હારી ગયા.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
|
૪૮