Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 269
________________ સંવત ૨૦૫૯ કારતક સુદ ૧૧ શુક્રવાર. તા. ૧૫-૧૧-૦૨ મકાન બનાવવા માટે સૌથી પહેલા કોઇ આર્કીટેક તેનો સ્કેચ બનાવે છે. મોડેલ તૈયાર કરે છે. ઊંચા ઘાટનું કે બેઠા ઘાટનું, અમુક પ્રકારના દેખાવવાળું, જેવું મોડેલ તૈયાર કરે તે પ્રમાણે તે મકાન બને. તેવો તેનો દેખાવ તૈયાર થાય. આવા આર્કીટેક જેવું સંસ્થાન નામકર્મ છે, જે આત્માને રહેવાના શરીરનો દેખાવ નક્કી કરે છે. - આ વિશ્વમાં બઘી વ્યકિતઓ એક સરખી જોવા મળતી નથી. દરેકના ચહેરામાં કાંઈક તો ફેરફાર હોય છે. ડુપ્લીકેટ વ્યક્તિને કોઈક તો ઓળખી શકે છે. તેનું કારણ તેમાં રહેલું થોડું-ઘણું જુદાપણું છે. આ જુદાપણું કરનાર સંસ્થાન નામકર્મ છે. મોર, કાગડો, ગાય, કૂતરા, વાઘ, સિંહ, વગેરે પશુ-પક્ષીઓની કોઈ એક જાતિ ભલે સરખી જણાતી હોય છતાંય તેમને જન્મ આપનારા તેમને જુદા જુદા ઓળખી શકે છે તે બતાડે છે કે તેમનામાં પણ પરસ્પર કાંઈક તો ફેરફાર છે જ, તેમાં કારણ તેમનું તેવું નામકર્મ છે. સંસ્થાન એટલે આકૃતિ, ચહેરો, દેખાવ, શરીરનો બાહ્ય આકાર. કોઈની કમર પાતળી તો કોઈની કમર જાડી, કોઈ ઠીંગુજી તો કોઈ ટુબા, કોઈ ઊંચા તો કોઇ પાતળા, શરીરો અસંખ્ય હોવાથી સંસ્થાનો પણ અસંખ્યાતા થાય, પણ કેટલીક સમાનતાને નજરમાં લાવીને તે અસંખ્યાતા સંસ્થાનોને છ ગ્રુપમાં ગોઠવી દીધા છે, તે છ સંસ્થાન તરીકે ઓળખાય છે. તે છ સંસ્થાનને આપનારા છ પ્રકારના તે તે નામના સંસ્થાન નામકર્મ છે. છ (૧)સમચતુરસ : સમ = સરખા. ચતુર્ = ચાર. અસ = છેડા. પદ્માસન અવસ્થામાં (૧)એક ઢીંચણથી બીજો ઢીંચણ (૨)ડાબા ઢીંચણથી જમણો ખભો (૩)જમણા ઢીંચણથી ડાબો ખભો અને (૪)વચ્ચેથી ઉપર લલાટ સુધીના ચાર છેડા જેના શરીરમાં સરખા હોય તે પ્રથમ સંસ્થાન કહેવાય. શરીરના લક્ષણો જણાવતું સામુદ્રિક શાસ્ત્ર છે. તેના પ્રમાણે જે શરીરના બધા જ અવચવો પ્રમાણસર હોય તે પ્રથમ સમચતુરસ સંસ્થાન કહેવાય. તમામ દેવો, તીર્થંકરો, ચક્રવર્તી વગેરેને આ સંસ્થાન જ હોય છે. રેતીમાં પડેલા પગલાના આધારે કોઈ ચક્રવર્તી અહીંથી પસાર થયો હશે એમ વિચારીને પુષ્પકસામુદ્રિક તે તરફ આગળ વધ્યો, પણ જ્યારે નગ્ન પરમાત્મા મહાવીરદેવને જોયા ત્યારે ચમક્યો! અરે ! આ શું? મારું શાસ્ત્ર ખોટું? ચક્રવર્તીના બદલે આ નગ્ન સાધુ કેમ?'' (૧)બધા શાસ્ત્રો મપાણીમાં પધરાવાનું નક્કી કરે છે ત્યાં ઈન્દ્રે આવીને તત્વઝરણું ૨૫૯

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294