Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 268
________________ ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવલોકમાં એક સપાટીએ સાથે ૧-૨ દેવલોક. તેની ઉપર સાથે ૩-૪ દેવલોક, તેની ઉપર-ઉપર પ મો, છકો, ૭ મો, ૮ મો દેવલોક, પછી ઉપર એક સપાટીએ સાથે ૯-૧૦મો, પછી તેની ઉપર એક સપાટીએ ૧૧-૧૨મો દેવલોક છે. તેની ઉપર ઉપરા-ઉપરી ૯ ઝવેયક અને છેલ્લે તેની ઉપર એક સપાટીએ પાંચ અનુત્તર વિમાનો છે. જેની ઉત્તર= ઉપર કોઈ દેવલોક નથી, તે અનુત્તર કહેવાય. તેમાં જનારા બધા સમકિતી જ હોય. ભવ્ય જ હોય. ચારે બાજુ વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત વિમાનો છે. વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન છે. સર્વ અર્થ= પ્રયોજનો તેમના સિદ્ધ થઈ ગયા છે. હવે કાંઈ કરવાનું પ્રાયઃ બાકી નથી. પછીના ભવે માનવ બની, દીક્ષા લઈને મોક્ષે જ જાય. ઋષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી, શ્રેયાંસકુમાર વગેરે પૂર્વભવમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં હતા. વિજયાદિ ચાર અનુત્તરવાસી દેવો પણ થોડા ભવોમાં મોક્ષે જાય. હવે પછી(ઉત્તર)ભવો બહુ કરવાના ન હોવાથી પણ તેઓ અનુત્તર દેવો કહેવાય. તેનાથી માત્ર બાર યોજન ઉપર સિદ્ધશીલા છે. છતાં તેઓ ત્યાંથી સિદ્ધશીલા(મોક્ષ) જઈ શકતા નથી. તેઓ માનવ બની દીક્ષા લઈને જ મોક્ષે જઈ શકે. નવવેચક અને પાંચ અનુત્તરમાં ઈન્દ્ર, સામાનિક વગેરે વ્યવસ્થા નથી. કોઈ કોઈના માલિક નથી કે કોઈ કોઈના સેવક નથી. બધા સરખા છે. તેઓ સદા દેવલોકમાં જ રહે. બધી વ્યવસ્થાથી પર છે. માટે તેઓ કલ્પાતીત દેવો કહેવાય. તે સિવાયના ૧૨ દેવલોક સુધીના બધા દેવો કલ્પોપપન કહેવાય. ક૯૫= આચાર, નિયત મર્યાદા,ઈન્દ્ર વગેરે વિવિધ વ્યવસ્થા. કલ્પવાળા દેવો કલ્પોપપન્ન કહેવાય. તેઓ પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરવા, દેશના સાંભળવા, નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા જાય પણ નવ વેચક-પાંચ અનુત્તરના કલ્પાતીત દેવો તો આવા કારણે પણ ત્યાંથી અહીં ન આવે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને બાર દેવલોક સુધીના વૈમાનિકદેવો કલ્પોપપન્ના છે. તેમનામાં ઈન્દ્ર, સામાનિક(સલાહકાર જેવા),ત્રાયશિ (મંત્રી જેવા),લોકપાલ(કોટવાળ દંડનાયક જેવા) પારિષદ(સભાજનો) અનિક(સૈન્ય), આભિયોગિક(સેવક જેવા) આત્મરક્ષક (બોડીગાર્ડ જેવા), કિલ્ટીષિક (નોકર જેવા દેવો) અને પ્રકીર્ણ (પ્રજાજનો) એમ દસ પ્રકારની વ્યવસ્થા છે. જો કે વ્યંતર અને જ્યોતિષ્કમાં લોકપાલ અને ત્રાયશ્ચિંશ સિવાયની બાકીની આઠ વ્યવસ્થા છે. ૧-૨, ૩-૪, અને છ8ા દેવલોકની નીચે કિલ્લીષિક દેવોના વિમાનો આવેલા છે. તત્વઝરણું ૨૫૮

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294