Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 266
________________ સંવત ૨૦૫૯ કારતક સુદ ૧૦ ગુરુવાર. તા. ૧૪-૧૧-૦૨ માનવને મકાન બનાવવા જે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે તેવી પ્રક્રિયાઓમાં શરીર બનાવવા આત્મા પસાર થાય. મકાન બનાવવા પૈસા ઉપર આધાર રાખવો પડે. દરેકની ઈચ્છા સારામાં સારું, વિશિષ્ટ, મજબૂત અને આકર્ષક મકાન બનાવવાની જ હોય પણ પૈસા પ્રમાણે જ તે બનાવી શકે, તેમ આપણે ગમે તેવું સુંદર-આકર્ષક-મજબૂત શરીર ઈચ્છીએ પણ આપણા નામકર્મના ઉદય પ્રમાણેનું જ શરીર મેળવી શકીએ. d=1 ગતિ નામકર્મ પ્રમાણેની ગતિમાં, જાતિ નામકર્મ પ્રમાણે ઈન્દ્રિયો મળે. શરીર નામકર્મ પ્રમાણે શરીર બને. અંગોપાંગ નામકર્મ પ્રમાણે અંગોપાંગ બને. સંઘાતન નામકર્મ પ્રમાણેનો કાચો માલ લઈને, બંધન નામકર્મ પ્રમાણે ફીટીંગ કરીને, સંઘયણ નામકર્મ પ્રમાણે મજબૂતાઈવાળું શરીર તૈયાર થાય. પહેલા સંઘયણવાળો ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જઈ શકે પણ તે સિવાયના સંઘયણવાળા નહિ કારણકે તેમની પાસે જરુરી શારીરિક બળ કે માનસિક ધૃતિ નથી. શરીરની મન ઉપર અસર થાય છે અને મનની શરીર ઉપર અસર થાય છે, તે સૌને અનુભવસિદ્ધ છે. મનમાં ગુસ્સો આવતા આંખો લાલ થાય છે, શરીર ધ્રૂજે છે, અવાજ મોટો થાય છે વગેરે.... પદ્માસનમાં બેસીએ તો મનના વિકારો શાંત પડે છે તે શરીરની મન ઉપર અસર છે. — બિલાડી પોતાના બચ્ચાને મોંમાં ઉપાડીને બીજા સ્થાને લઈ જાય, જ્યારે વાંદરીનું બચ્ચું પોતાની મા વાંદરીને વળગીને બીજે જાય. પ્રભુભક્તિ આ વાંદરીભક્તિ જેવી છે. આપણે ભગવાનને વાંદરીના બચ્ચાની જેમ વળગી પડવાનું. ભગવાન ભલે બોલે નહિ, હાથ પકડે નહિ, આપણે તેમને કદી છોડવાના નહિ. ગુરુની ભક્તિ માર્જોરીભક્તિ સમાન છે. બિલાડી તેના બચ્ચાને સાચવે તેમ (આપણે જો ગુરુદેવને સમર્પિત રહીએ તો) ગુરુ આપણને હાથ પકડીને ઠેઠ મોક્ષે પહોંચાડે. વાંદરીને તેનું બચ્ચું વળગીને જે રીતે રહે તેને મર્કટબંધ કે નારાચ કહેવાય. તેના આધારે આપણે છ સંઘયણ વિચાર્યાં હતા. આ સંઘયણોના આધારે દેવલોક અને નરકમાં અમુક હદ સુધી આત્મા જઈ શકે. નીચે સાતમી નરક કે ઉપર પાંચ અનુત્તર કે મોક્ષ સુધી માત્ર પહેલા સંઘયણવાળો જ જઈ શકે. આ પાંચ અનુત્તરના વિમાનો વૈમાનિક દેવલોકમાં ગણાય. વિમાનમાં રહે છે માટે તે દેવો વૈમાનિક કહેવાય. સકલતીર્થ સૂત્રમાં દરેક દેવલોકના દેરાસરોની સંખ્યા જણાવી છે. જેટલા વિમાન છે તેટલા દેરાસર છે. તત્વઝરણું ૩ ૨૫૬

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294