Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 277
________________ સંવત ૨૦૫૯ કારતક સુદ - ૧૩ (૨) સોમવાર. તા. ૧૮-૧૧-૦૩ મહાવીરસ્વામી, શાંતિનાથ, આદિનાથ વગેરે અરિહંત ભગવાન બન્યા તો ગૌતમસ્વામી, ચંદનબાળાજી વગેરે સિદ્ધ ભગવાન બન્યા. આ તફાવત પેદા કરનારું જિનનામ કર્મ છે. જેઓ પૂર્વના ત્રીજા ભવમાં “સવિ જીવ કરું શાસનરસી’ ની ભાવનામાં લીન બને, જેમની કરુણા પરાકાષ્ઠાએ પહોંચે, વીસસ્થાનક કે તેના કોઈપણ પદની. આરાધના કરે, તેઓ જિનનામકર્મ બાંધે છે. તેના પ્રભાવે તેઓ પછીના ત્રીજા ભવમાં જૈનશાસન રૂપી તીર્થની સ્થાપના કરીને તીર્થંકર પરમાત્મા (અરિહંત પરમાત્મા) બને છે. પ્રભુ મહાવીરદેવે નંદનરાજર્ષિ તરીકેના ૨૫મા ભવમાં ભરતક્ષેત્રના ભગવાન બનાવનારું તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. કોઈપણ ક્ષેત્રમાં રહેલો આત્મા કોઈપણ ક્ષેત્રમાં ભગવાન બની શકે છે. બધા કર્મો તેમનો અબાધાકાળ પૂરો થાય પછી જ પોતાનો પરચો બતાડે છે પણ આ જિનનામકર્મ વિશિષ્ટ કોટિનું છે. તે અબાધાકાળ પછી તો પોતાનો વિશિષ્ટ પરચો બતાડે છે જ, પણ અબાધાકાળમાં ય પોતાનો થોડો-ઘણો પરચો બતાડ્યા વિના નથી રહેતું. જિનનામકર્મનો વિપાકઉદય ૧૩મા ગુણઠાણે કેવળજ્ઞાની બનેલાને હોય છે. નવ કમળો રચાય છે. જૈનશાસનની સ્થાપના કરાય છે વગેરે. પણ જ્યાં સુધી જિનનામકર્મનો વિપાક ઉદય થયો નથી, અબાધાકાળ ચાલુ છે તે દરમ્યાન પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા કલ્યાણક થાય છે. તેની ઉજવણી કરવા દેવો દોડતા આવે છે. મેરૂપર્વત ઉપર જન્માભિષેક વગેરે કરે છે. આ બધો જિનનામકર્મનો પ્રભાવ છે. સૂર્યોદય થયાં પહેલાં જેમ આછો પ્રકાશ પ્રગટે તેમ જિનનામકર્મનો વિપાક ઉદય થયા પહેલાં તેનો પરચો અનુભવવા મળે. - પરમાત્મા મહાવીરદેવનું નીચગોત્રકમ એવું જોરદાર હતું કે જેના કારણે તેમના ચ્યવન કલ્યાણકની તે વખતે ઉજવણી ન થઈ શકી. ૮૨ દિવસ પછી ઈન્દ્રને ખબર પડતાં ગભપિહારનું કાર્ય તથા ચ્યવન કલ્યાણકની ઉજવણી થઈ. જો કે અનંતકાળે બનનારું આ આશ્ચર્ય બન્યું. પરમાત્મા મહાવીરદેવે છેલી દેશના ૧૬ પ્રહર સુધી આપી તેમાં તેમનું તેવા પ્રકારનું જિનનામકર્મ કારણ હતું એમ નિશ્ચયનય કહે છે. અગ્લાનપણે દેશના આપવાથી જિનનામકર્મ ભોગવાય છે. - આપણે આપણા માટે વ્યવહારનયને નજરમાં લેવાનો છે. વ્યવહારનય કહે છે કે પરમાત્માની કરુણા અનરાધાર વરસી રહી હતી. મોક્ષે જતાં પહેલાં, તત્વઝરણું ૨૦

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294