Book Title: Tattvazarnu
Author(s): Meghdarshanvijay
Publisher: Vardhaman Sanskardham Mumbai

View full book text
Previous | Next

Page 273
________________ ૨૩ પેટાકર્મો વિચારીશું એટલે નામકર્મના ૧૦૩ ભેદ પૂરા થશે. - સૂર્ય અને ચંદ્રના વિમાનો પણ મેરુપર્વતની આસપાસ ગતિ કરે છે. ચંદ્રના વિમાનની નીચે નિત્યરાહુનું કાળું વિમાન ફરે છે. ચંદ્રના વિમાનના ૧૬ ભાગ વિચારીએ તો તે દરેક ભાગને કળા કહેવાય. અમાસે ચંદ્રની બરોબર નીચે નિત્યરાહુનું વિમાન હોય છે. સુદ એકમથી રોજ તે એકેક કળા સાઈડમાં ખસે છે, તેથી ચંદ્રની એકેક કળા વધતી જાય છે. આપણને ચંદ્ર મોટો મોટો થતો દેખાય છે. પૂનમના સંપૂર્ણ ખસી જવાથી સોળે કળાએ ખીલેલો ચંદ્ર દેખાય છે. વદ - ૧મ થી તે નિત્યરાહુનું વિમાન પાછું ચંદ્રના વિમાનને એકેક કળા ઢાંકતું જાય છે, તેથી ચંદ્ર નાનો-નાનો થતો જણાય છે. અમાસે તે પૂર્ણ ઢંકાઈ જાય છે. આ રીતે નિત્યરાહુના વિમાનના આગળ-પાછળ ખસવાના કારણે ચંદ્રની કળામાં વધ-ઘટ તથા તિથિ વગેરે થાય છે. નિત્ય રાહુની જેમ પર્વરાહુનું પણ એક વિમાન છે. તે વિમાન ચંદ્રની નીચે આવીને ચંદ્રને ઢાંકે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. તે પૂનમે થાય છે. જો થોડું ઢાંકે તો ખંડગ્રાસ અને પૂરેપુરું ઢાંકે તે ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે આ પર્વરાહુનું વિમાન સૂર્યના વિમાનની નીચે આવે ત્યારે સૂર્ય ટંકાતા સૂર્યગ્રહણ થયું ગણાય છે. તે અમાસે જ થાય છે. પર્વરાહુ ચંદ્રના કે સૂર્યના વિમાનની નીચે કયારે આવે? તેની ગણત્રી પણ શાસ્ત્રોમાં જણાવી હોવાથી ક્યારે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થશે? તે પહેલેથી જાણી શકાય છે. ચંદ્ર અને સૂર્ય, બંને જ્યોતિષના ઇન્દ્રો છે. દસ ભવનપતિમાં ઉત્તર-દક્ષિણ દિશાના એકેક મળીને ૨૦ ઇન્દ્રો છે. ૮ વ્યંતર અને ૮ વાણવ્યંતર પણ ઉત્તરદક્ષિણ દિશામાં એકેક ઇન્દ્ર હોવાથી ૩૨ ઇન્દ્રો છે. વૈમાનિક દેવલોકમાં ૧ થી ૮ દેવલોકમાં એકેક ઇન્દ્ર હોવાથી આઠ તથા ૯-૧૦ નો એક અને ૧૧-૧૨ નો એક ઇન્દ્ર મળીને કુલ દસ ઇન્દ્રો છે. આમ ભવનપતિના ૨૦, વ્યંતરવાણવ્યંતરના ૩૨, જ્યોતિષના ૨, અને વૈમાનિક ૧૦ મળીને કુલ ૬૪ ઇન્દ્રો થાય છે. તેઓ પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરવા આ ધરતી ઉપર દોડી આવે છે. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. તત્વઝરણું ૨૬૩ * * *.* *** . ૩ ક. * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294