________________
સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૫ બુધવાર. તા. ૨૮-૮-૦૨
આપણા સૌનું લક્ષ છે મોક્ષ. વ્યવહારથી ભલે કહેવાય કે ચૌદ રાજલોકના ઉપરના છેડે સિદ્ધશીલા ઉપર પહોંચવું, તે મોક્ષ, પણ હકીકતમાં તો આત્માના મૂળભૂત સ્વભાવને પ્રગટ કરવો તેનું નામ મોક્ષ. આત્માની સર્વ દુઃખરહિત, સર્વ પાપરહિત, સર્વ દોષરહિત અવસ્થા પ્રાપ્ત થવી તે મોક્ષ. સર્વગુણોનું પ્રગટીકરણ તે મોક્ષ.
ક્રોધ, કામવિકારો, આસક્તિ, ધનની મૂર્છા વગેરે આત્માનો મૂળભૂત સ્વભાવ નથી; પણ વિભાવ છે. ક્ષમા, નિર્વિકારિતા, અનાસક્તિ, નિઃસ્પૃહતા વગેરે આત્માનો સ્વભાવ છે. મોક્ષે જવાની સાધના કરવી એટલે વિભાવમાંથી સ્વભાવમાં જવાની સાધના કરવી. દરરોજ આપણે આપણી જાતને તપાસતા રહેવું કે વિભાવમાંથી સ્વભાવ તરફ આગેકૂચ ચાલુ છે કે નહિ? જયારે વિભાવ સંપૂર્ણપણે દૂર થાય ત્યારે મૂળભૂત સ્વભાવ પ્રગટ થતાં આત્મા ચૌદ રાજલોકના ઉપરના છેડે મોક્ષમાં પહોંચે.
વૈજ્ઞાનિકોએ શોધેલી છે, તેટલી જ દુનિયા નથી. ઘણી મોટી છે. પૃથ્વી થાળી જેવી ગોળ કે દડા જેવી ગોળ ? એ અંગે બે વિદ્વાનો ઝઘડતા હતા. પાસે બેઠેલા ભાઇએ એક રૂપીયાનો સિક્કો બતાડીને કહ્યું, “જુઓ ! આ થાળી જેવો ગોળ છે ને?’’ બંનેએ હા પાડી. પછી તે સિક્કાને જમીન ઉપર ઊભો રાખીને હાથથી ગોળ ગોળ ફેરવ્યો, પછી પૂછયું, ‘“હવે દડા જેવો ગોળ લાગે છે ને ?’’ બંનેએ હા પાડી. પછી કહે, “ઝઘડો ન કરો.'' આંખે દેખેલું પણ ખોટું, તદ્દન જુદું કે પરસ્પર વિરોધી હોઇ શકે છે; તેથી કોઇ વાતનો કદાગ્રહ ન રાખવો.
જૈનશાસન કહે છે કે, આકાશ એટલે ખાલી જગ્યા. તે બધાને અવકાશ (રહેવાની જગ્યા) આપે. આકાશ શરુઆત અને અંત વિનાનું અનંત છે. તેના જેટલા ભાગમાં જીવો, જડ પદાર્થો અને તેમને ગતિ કરવામાં અને સ્થિર રહેવામાં સહાય કરનારા ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય છે, તેટલા ભાગને લોકાકાશ કહેવાય. બાકીનું અલોકાકાશ છે.
પોતાના બે પગ શકયતઃ વધુ પહોળા કરીને, બે હાથ કમરે રાખીને ગોળ ગોળ કુંદડી ફરતાં માણસના જેવો ચૌદ રાજલોકમય આ લોકાકાશનો
આકાર છે.
આરાધના-સાધના કરીને સ્વભાવને પ્રગટ કરનારા સિદ્ધ ભગવાન ઉપર જાય છે, પણ અલોકાકાશમાં ધર્માસ્તિકાય ન હોવાથી ઉપરના છેડે અટકી જાય
તત્વઝરણું
..