________________
ઉપભોગાન્તરાય કર્મ કારણ છે. ડાયાબીટીસ વગેરે રોગના કારણે ઇચ્છા હોવા છતાં, મળવા છતાં, અમુક પદાર્થો વાપરી ન શકાય તેમાં ભોગાન્તરાય કર્મ કારણ છે.
આ બધું જાણીને, આમાંની કોઇપણ પરિસ્થિતિ પેદા થાય તો આર્તરૌદ્રધ્યાન નહિ કરવાનું. પ્રસન્ન રહેવાનું. કર્મોને નજરમાં લાવીને તેને ખતમ કરવાનો પ્રયત્ન કરવો. સમતાથી સહન કરવું. મૈત્રી ભાવનાથી હૃદયને ભાવિત બનાવીને કોઇના પ્રત્યે દુર્ભાવ-તિરસ્કાર ન કરવો.
ભોજન એઠું મૂકીએ, કોઇને ભોજન કરતાં અટકાવીએ, તો ભોગાન્તરાય કર્મ બંધાય. જે એઠું મૂકે તેને એવું કર્મ બંધાય કે ભૂખ ન લાગે. કદાચ ભૂખ લાગે તો ભોજન ન મળે. કદાચ ભોજન મળે તો તે ખાવામાં રુચિ ન જાગે. રુચિ જાગે, ખાય તો તે પચે નહિ. જો આવી સ્થિતિ નિર્માણ ન કરવી હોય તો આજે નક્કી કરો એઠું મૂકવું નથી. થાળી ધોઇને પીવી છે. લૂછવી પણ છે. જેથી સંમૂર્છિમ મનુષ્યોની વિરાધના પણ ન થાય. હાથીના એક કોળીયામાં કેટલી કીડીઓનું પેટ ભરાઇ જાય ? એઠું મૂકવાનું બંધ થાય તો તે વધેલા ભોજનમાંથી કેટલા ગરીબોનું પેટ ભરાય ? જરા ગંભીરતાથી વિચારવાની જરુર છે.
વીર્યાન્તરાય કર્મ : વીર્ય એટલે ઉલ્લાસ, થનગનાટ, મુડ, કાંઇક કરવાનો તરવરાટ. આ બધામાં ઓટ લાવવાનું કાર્ય વીર્યાન્તરાય કર્મ કરે છે. તે ધર્મ કરવાનો ઉલ્લાસ પેદા થવા ન દે. પ્રતિક્રમણાદિમાં ઊભા થવાનું મન થવા ન દે. બેચેની, કંટાળો, ઉદ્વિગ્નતા વગેરે પેદા કરે.
આપણે કોઇને ધર્મ, તપ, જપ વગેરે કરવામાં અંતરાય કરીએ તો આ વીર્યાન્તરાય કર્મ બંધાય, માટે આપણે કોઇને ધર્મ કરતાં અટકાવવા નહિ. કોઇ જો આપણને અટકાવે તો આપણા વીર્યાન્તરાય કર્મને નજરમાં લાવીને તેનો પસ્તાવો કરવો, પણ અટકાવનાર ઉપર દુર્ભાવ ન કરવો. ગુસ્સે ન થવું. અણગમો કે અરુચિભાવ ન બતાડવો.
કર્મનું તત્ત્વજ્ઞાન જાણવા પાછળનું રહસ્ય રાગ અને દ્વેષ ઓછા કરવા તે છે. કર્મવિજ્ઞાન જાણવાથી આપણા જીવનમાં આવતી તકલીફો પાછળ આપણા તેવા કર્મો દેખાય. તે બદલ પશ્ચાત્તાપ થાય. તે કર્મોને ખતમ કરવા માટે ધર્મમાં સત્ત્વ ફોરવવાનું મન થાય. કર્મ કરતાં ધર્મની તાકાત વધારે છે, જાણીને ધર્મારાધનામાં પુરુષાર્થ વધે. ઉદયમાં આવેલા કર્મોને સમતાથી ભોગવવાનું બળ મળે. તેવા કર્મો નવા ન બંધાય તેની કાળજી શરુ થાય. આપણા કર્મોના ઉદયે જ પ્રશ્નો પેદા થાય છે, બીજાઓ તો માત્ર નિમિત્ત છે, તે જાણીને બીજાઓ પ્રત્યે
તત્વઝરણું
૨૩૪