________________
સંવત ૨૦૫૮ આસો સુદ - ૧૧ બુધવાર. તા. ૧૬-૧૦-૦૨
આત્માના કલ્યાણ માટે હદયપરિવર્તન અત્યંત જરૂરી છે. હદયપરિવર્તન થયા પછી જ સાચું જીવન પરિવર્તન થઇ શકે. હૃદયપરિવર્તન વિના જણાતું જીવનપરિવર્તન આભાસિક હોય, ટેમ્પરરી હોય, લાંબુ ટકે નહિ.
હૃદયપરિવર્તન ત્યારે જ સાચું થાય જ્યારે મિથ્યાત્વ મોહનીયકર્મ શાંત પડે, નબળું પડે, કે નાશ પામે. હૃદયપરિવર્તન એટલે વિચારોમાં પરિવર્તન, જીવનપરિવર્તન એટલે આચારમાં પરિવર્તન.
જીવનપરિવર્તન કરીને સાધુવેશ ધારણ કર્યા વિના મોક્ષે ગયાના દષ્ટાંતો હજુ મળશે. પણ સમ્યગદર્શન વિના કોઇ મોક્ષે જાય તેવું કયારેય બન્યું નથી, બનતું નથી કે બનશે પણ નહિ. સમ્યગદર્શનનો મહિમા અનેરો છે. સમ્યગ દર્શનને ક્ષણ માટે પણ પામેલો આત્મા આ સંસારમાં દેશોન અર્ધ પુદગલા પરાવર્તકાળથી વધારે સંસારમાં ન રખડે. તે પહેલાં જ તે મોક્ષે પહોંચી જાય.
જૈન શાસનમાં સમ્યગ દર્શનનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સુધી સમ્યગદર્શન ન પમાય ત્યાં સુધી અંધારાનો કાળ ગણાય. આત્મામાં પ્રકાશ પ્રગટ્યો ન ગણાય. અંધારાની શી કિંમત? તેને મહત્ત્વ થોડું અપાય? તેથી તીર્થકરોના ભવોની ગણતરી જે ભવમાં સમ્યગદર્શન પામે ત્યારથી કરાય છે. તે પહેલાંના સમ્યગ્રદર્શન વિનાના ભવો અંધકારભર્યા હોવાથી ગણાતા નથી.
- બાષભદેવ ભગવાન પહેલાંનો ૧૮ કોડાકોડી સાગરોપમનો કાળ અંધકારનો હતો. ત્યારપછી અજવાળાનો કાળ શરુ થયો. પૂર્વે યુગલિકો હતા. તેઓ મરીને દેવ જ બને; નરકમાં કે પશુ-પંખીની તિર્યંચની દુનિયામાં કોઇ ના જાય. છતાં તે અંધારાનો કાળ ગણાય. કારણકે ત્યારે જેમ નરકમાં જવાનું નહોતું તેમ મોક્ષમાં પણ જવાતું નહોતું. પરમાત્માએ જૈનશાસન સ્થાપ્યું એટલે અજવાળાનો કાળ શરુ થયો; કારણકે હવે ૯મી નરકના દરવાજા ખુલ્યા, છતાં સાથે મોક્ષના દરવાજા પણ ખુલ્યા.
મોક્ષમાં પહોંચાડનાર સમ્યગદર્શન પ્રાપ્ત થાય એટલે આત્મકલ્યાણ નફકી થાય. પણ સમ્યગદર્શનને આવતું અટકાવવાનું કાર્ય મિથ્યાત્વ મોહનીસકર્મ કરે છે. મિથ્યાત્વ મોહનીય કર્મ ઉદયમાં હોય ત્યાં સુધી આત્મા મિથ્યાત્વી કહેવાય. તે ઉદયમાં ન હોય ત્યારે જ જીવ સમ્યગદર્શન પામી શકે. આપણે મિથ્યાત્વી છીએ કે સમ્યક્ત્વી? તેનો આધાર આત્મામાં રહેલી કર્મોની પરિસ્થિતિ ઉપર છે.
જેનશાસનનું કર્મવિજ્ઞાન અદભુત છે. તેને સમય કાઢીને, બુદ્ધિપૂર્વક | તત્વઝરણું
૧૦૩