________________
આપણે તો મોક્ષ મેળવવા જ દીક્ષા લેવી જોઇએ. સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે તો દીક્ષા લેવાની શી જરૂર ? એવું કદી ન બોલતા.
મોક્ષે જવા પુણ્ય કે પાપ, એકેની જરુર નથી. પાપ જો લોખંડની બેડી જેવું છે,તો પુણ્ય સોનાની બેડી જેવું છે. બંને મોક્ષમાં જતા અટકાવે. ધર્મક્રિયાઓ કરવાથી પુણ્ય બંધાય, તે તો દેવલોકાદિ આપે પણ મોક્ષ નહિ; મોક્ષ તો પાપકર્મ ખલાસ થવાથી મળે. બોલો, સંસારમાં રહીને ધર્મ થઇ શક્તો હોય તો ય પાપ બંધાતા અટકી શકે? નહિ જ ને? મોક્ષે જવા નવા પાપ કર્મો બાંધતાં અટકવું હોય તો દીક્ષા જ લેવી જોઇએ. Tafi
વળી, સંસારમાં રહીને પણ ઇચ્છા પ્રમાણેનો ધર્મ કોણ કરી શકે છે? જાતને જ પૂછો. સંયોગો, પરિસ્થિતિ, લાચારી વગેરેના કારણે ધાર્યો ધર્મ થાય છે ખરો? તો સંસારમાં રહીને ધર્મ કરજે ને? એમ કહીને દીક્ષા લેતાં બીજાને કેમ અટકાવો છો?
સંસારમાં ઘણા લોકો ધર્મ કરતાં અટકાવે. મોટા મોટા પાપો કરવા માટે પણ ધર્મ કરતાં અટકાવે. લગ્નમાં જવા રાત્રે ખવડાવે ! હોટલમાં અભક્ષ્ય ખવડાવે ! જયારે દીક્ષા લીધા પછી પણ ક્યારેક ગુરુજી અન્નમાદિ તપસ્યા કરતાં અટકાવે તો તેનું કારણ તે તપ કરતાં પણ વધારે મોટી કર્મ નિર્જરાની આરાધના હશે. મોટા ધર્મને મેળવવા અટકાવશે.
આમ, સંસારમાં પૂરતો ધર્મ થઇ શક્યો ન હોવાથી, જે કરી શકાય તેને પણ અટકાવનારા ઘણાં હોવાથી, પાપરહિત જીવન બિલકુલ જીવી શકાતું ન હોવાથી જેની મોક્ષે જવાની ઇચ્છા હોય તેણે જલ્દીથી જલ્દી દીક્ષા જીવન સ્વીકારવું જોઇએ.
વિશ્વમાં ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે. નારકો તેનાથી અસંખ્યાતગુણા છે. દેવો તેનાથી ય અસંખ્યાતગુણા છે. તેનાથી અનંતગુણ આત્માઓ આજ સુધીમાં મોક્ષે ગયા છે. આપણો હજુ પણ મોક્ષ થયો નથી. આપણને તેનો ત્રાસ છે ખરો? મોક્ષમાં જેટલા ગયા છે, તેના કરતાં ય અનંતગણા જીવો બટાટા વગેરે નિગોદમાં છે. કંદમૂળ વગેરે ખાઇને તે બધાની હિંસા શી રીતે કરાય? લીલ-કુગ વગેરેની વિરાધના શી રીતે કરાય?
મોક્ષના બદલે સ્વર્ગમાં જવાની ઇચ્છા ન કરવી. સ્વર્ગમાં માત્ર સુખની રેલમછેલ જ છે એવું નહિ, ત્યાં પણ ઇર્ષ્યા - અતૃપ્તિના કારણે દુઃખો છે. દેવી વગેરેના વિરહની ભયાનક વેદનાઓ છે. પાપકર્મો બંધાય છે. ત્યાંનો ભવ પૂર્ણ થયા પછી પશુ – પંખી વગેરે તિર્યંચોના ભવોમાં પણ જવાનું થઇ શકે છે. પછી તો ભવો અને દુઃખોની મહાપરંપરા પણ ચાલી શકે છે, માટે સ્વર્ગમાં જવાની તત્વઝરણું
૪ ૯૪