________________
તેની કાળજી લેવાની. છતાંય ભૂલ થાય તો પ્રાયશ્ચિત્ત કરીને ઊભા થવાનું, સંયમમાર્ગે ફરી દોડવાનું.
૧ થી ૧૦ ગુણઠાણા સુધી કષાયોનો દરવાજો ખુલ્લો હોય છે. ત્યાર પછી માત્ર ચોગના દરવાજે કર્મો પ્રવેશે છે. મન-વચન-કાયાની શુભ કે અશુભ પ્રવૃત્તિઓ યોગ કહેવાય. જયારે તે અશુભ હોય ત્યારે આત્મા દંડાય છે, માટે તે ત્રણ દંડ કહેવાય. જયારે તે શુભ બને ત્યારે તે ત્રણ ગુતિ કહેવાય.
૧૧-૧૨-૧૩ ગુણઠાણે શુભયોગ હોય. ત્યારે શાતાવેદનીય કર્મ બંધાય. તે બે સમય સુધી આત્મા ઉપર રહે. પહેલા સમયે બંધાય, બીજા સમયે ભોગવાઇ જાય. ત્રીજા સમયે ન હોય. - તેરમા ગુણઠાણે રહેલા કેવળજ્ઞાની ભગવંતો વિહાર કરે તે કાયયોગ. દેશના આપે તે વચનયોગ. પોતાના માટે તેમણે કાંઇ વિચારવાનું નથી. કેવળજ્ઞાનના પ્રકાશમાં જે દેખાય તે બોલવાનું છે. પણ જે પ અનુત્તરના વિમાનો છે, તેમાં રહેલા દેવો કયારે ય આ ધરતી ઉપર આવતા નથી. સદા ત્યાં જ સ્વાધ્યાયમાં લીન હોય છે. તેઓ કલ્પાતીત હોય છે. તેમને જયારે કોઇ સવાલ મુંઝવે ત્યારે તેઓ ત્યાં રહ્યા જ ભગવાનને સવાલ પૂછે છે, તેનો જે જવાબ હોય તેને અનુરુપ મનોવણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભગવાન ગોઠવે છે, તે મનયોગ છે. ભગવાને ગોઠવેલા મનોવર્ગણાના પુદ્ગલોને તે દેવો અવધિજ્ઞાનથી જાણીને તેના આધારે પોતાના સવાલનો જવાબ મેળવી લે છે. આ રીતે ભગવાનને ત્રણે યોગ હોય છે.
આત્મા આ ત્રણે યોગ સંધીને શૈલેશીકરણ કરીને અયોગી બને ત્યારે ૧૪મુ ગુણઠાણું પ્રાપ્ત થાય. શૈલ પર્વત. શેલેશ= પર્વતોનો રાજા મેરુપર્વત. તેના જેવો આત્માને નિશ્ચલ કરવો તે શેલેશીકરણ કહેવાય. - નાભિ પાસે રહેલા આત્માના આઠ રુચક પ્રદેશો સદાના સ્થિર છે, માટે
ત્યાં કદી ય કોઇ કર્મો ચોંટતા નથી. બાકીના બધા પ્રદેશો સતત ચલાયમાન છે, માટે કર્મો ચોંટે છે. પણ ૧૪માં ગુણઠાણે પહોંચેલા આત્માએ શેલેશીકરણ વડે તમામ આત્મપ્રદેશો સ્થિર કર્યા હોવાથી તેમને કોઇપણ કર્મ ચોંટે નહિ. અયોગી હોવાથી યોગનો દરવાજો પણ બંધ થઇ જાય. કર્મોને પ્રવેશવાનો ચારમાંથી એકપણ દરવાજો હવે ખુલ્લો નથી. , , ૩, 2, 7 એ પાંચ હૃસ્વ બોલતાં જેટલો સમય લાગે તેટલો કાળ આત્મા આ ચૌદમા અયોગી ગુણઠાણે રહે. પછી તરત તે મોક્ષે જાય. ત્યાં પણ કર્મો ન બંધાય.
આપણે સૌએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ ચારે દરવાજા બંધ કરીને જલ્દીથી મોક્ષે પહોંચવાનું છે. આજથી જ તે માટેનો પુરુષાર્થ આરંભીએ.
તત્વઝરણું
૧૪૦