________________
શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ઉદયે જ્ઞાન ન ચડે. ન સમજાય. ગોખીએ તો યાદ ન રહે. ભૂલી જવાય. શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય એટલે જ્ઞાન વધે. વિદ્વાન બનાય. આ ભવ કે પૂર્વભવોમાં જ્ઞાનની અને જ્ઞાનીની આરાધના કરવાથી અને વિરાધનાથી અટકવાથી જ્ઞાનલવિધ પ્રાપ્ત થાય.
સ્થૂલભદ્રજીની રક્ષા, ચક્ષદિના વગેરે સાત બહેનો પાસે વિશિષ્ટ જ્ઞાનલબ્ધિ હતી, જેનાથી તેઓને ક્રમશઃ ૧, ૨, ૩,..... o વાર સાંભળતાં યાદ રહી જતું હતું.
અવધિ એટલે મર્યાદા. મર્યાદાવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન. અવધિજ્ઞાનથી અરૂપી પદાર્થો ન જણાય પણ માત્ર રૂપી પદાર્થો જ જણાય. રુપી પદાર્થો પણ બધા ન જણાય. અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં રહેલા દ્રવ્યોના અમુક પર્યાચો (અવસ્થાઓ) જણાય. મર્યાદાવાળું (લીમીટેડ) જ્ઞાન હોવાથી તે અવધિજ્ઞાન કહેવાય. અમર્યાદિત જ્ઞાન તે કેવળજ્ઞાન. તેમાં કોઇ લીમીટેશન ન હોય.
જેને શ૦૬-રુપ-ગંધ-રસ-સ્પર્શ હોય તે રુપી કહેવાય, જેને શબ્દ-સપગંધ-રસ-સ્પર્શ ન હોય તે અસપી પદાર્થ કહેવાય. | ક્ષેત્રની મર્યાદા વધતાં વધતાં ચોદે રાજલોકના તમામ રુપી દ્રવ્યોનું જ્ઞાન થાય તેને લોકાવધિજ્ઞાન કહેવાય. મહામહીનાની કડકડતી ઠંડીમાં કટપૂતનાએ પોતાની જટામાં ઠંડું પાણી લઇને જ્યારે પરમાત્મા મહાવીરદેવ ઉપર શીત ઉપસર્ગ કર્યો હતો ત્યારે તેને સમતાથી સહન કરતાં ભગવાનને લોકાવધિજ્ઞાન થયું હતું. પછી પરમાવધિ જ્ઞાન થયું, જેમાં અલોકનું પણ જણાય.જેને પરમાવધિજ્ઞાન થાય તેને તે જ ભવમાં કેવળજ્ઞાન થયા વિના ન રહે.
અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનમાં રહેલા ભાવોને જાણે તે મન:પર્યવજ્ઞાન. અત્યારે કોઇને ન થાય. ભગવાનને જન્મથી પહેલાં ત્રણ જ્ઞાન હોય. જ્યારે તેઓ દીક્ષા લે ત્યારે તેમને આ ચોથું મન:પર્યવજ્ઞાન થાય.
મન:પર્યવજ્ઞાનનો સંબંધ સાધુવેશ સાથે છે. સાધુવેશ લીધા વિના હજુ કેવળજ્ઞાન કોઇને થઇ શકે, પણ મન:પર્યવજ્ઞાન તો કોઇને ય ન થાય. સાધુવેશના આ મહત્ત્વને જાણીને જલદીથી સંસારી વાઘા ઉતારીને સંચમધરનો વેશ ધારણ કરવાની ભાવના ભાવવી જોઇએ.
અવધિજ્ઞાન જનરલ ફીઝીશીયન જેવું છે તો મન:પર્યવજ્ઞાન સ્પેશ્યાલીસ્ટ ડોટર જેવું છે. જનરલ ફીઝીશીયન ડોક્ટરને બધા રોગો અને તેની દવાનું સામાન્ય જ્ઞાન હોય જ્યારે સ્પેશ્યાલીસ્ટ ડોકટરને એક અવયવના રોગોનું, તેની દવાનું વિશેષ જ્ઞાન હોય. અવધિજ્ઞાનીને જુદા જુદા અનેક રુપી પદાર્થોનો બોધ
તત્વઝરણું
૧૪૨