________________
બજારમાંથી લાવીને કોઠીમાં નાંખતા હોય તો ? ૧૫ અબજ જેવા આઠમા અનંતા જેટલા વ્યવહાર રાશીમાં રહેલા ભવ્ય જીવો છે. ૧૦૦૦ સમય જેવો પાંચમા અનંતા જેટલો કાળ છે. દરેક સમયે ૧૦૮ મોક્ષે જાય તો પણ બધા ભવ્ય આત્માઓ સંસારમાંથી ખાલી ન થાય. વળી દુકાન જેવી અવ્યવહારરાશીમાંથી બહાર નીકળીને વ્યવહારરાશીમાં નવા ઉમેરાય તે ભવ્ય જીવો જુદા. આમ તમામ ભવ્ય આત્માઓ મોક્ષે જઇ શકે નહિ, તે વાત યુક્તિસંગત છે.
કાળ પાંચમા અનંતે છે. ભવ્ય જીવો આઠમા અનંતે છે. બંને સંખ્યા સરખી નથી. અનંત એટલે અંત વિનાનું; એવો અર્થ નથી. આ પારિભાષિક શબ્દો છે. અસંખ્યાતા અસંખ્યાત પ્રકારના છે, છતાં તેના નવ ગુપ પાડીને નવ પ્રકારના જણાવ્યા છે. એક અસંખ્યાતા કે અનંતા પછી બીજા અસંખ્યાતા કે અનંતાની શરુઆત થાય.
તમામે તમામ ભવ્યો મોક્ષે જાય છે, તેવું માની શકાય નહિ, કારણ કે કોઇ છેલ્લો ભવ્ય આત્મા મોક્ષે જશે, તેવું માનીએ તો તે છેલા ભવમાં પાણી પીશે કે નહિ? શાસ્ત્રોમાં કહ્યું છે કે જયાં પાણી હોય ત્યાં નિગોદ હોય, તેથી છેલ્લો આત્મા મોક્ષે જાય ત્યારે નિગોદ પણ હશે. નિગોદમાં આઠમા અનંતા જેટલા જીવો હોય. અભવ્ય આત્માઓ તો બધું મળીને માત્ર ચોથા અનંતા જેટલા જ હોય. નિગોદના જીવોની આઠમા અનંતાની સંખ્યામાંથી અભવ્યોની ચોથા અનંતાની સંખ્યા બાદ કરતાં જે આવે તેટલા ભવ્ય જીવો ત્યાં હોય ને? કારણ કે જાતિભવ્યો તો અવ્યવહાર રાશીમાંથી બહાર જ નીકળ્યા નથી. તેથી મોક્ષે જતા જે આત્માને આપણે છેલો ભવ્ય આત્મા માન્યો, તે છેલ્લો નથી, તેના પછી પણ ઘણા ભવ્ય આત્માઓ છે કે જેનો મોક્ષ હજુ થયો નથી, નિગોદના જીવા તરીકે જીવે છે. આમ, તમામે તમામ ભવ્યોનો મોક્ષ થાય જ, તેવું મનાય નહિ.
આપણે; મોક્ષે જવાની યોગ્યતાવાળા છીએ તેથી સંતોષ માનીને બેસી ન રહેવાય. હવે તે પાત્રતા જલ્દી ખીલે, મોક્ષ જલદી મળે તેવો પુરુષાર્થ કરવો જોઇએ. જ્ઞાનસ્ય ફલં વિરતિઃ 1 એ સૂત્ર ન ભૂલવું. જેમ જેમ જ્ઞાન મળે તેમ તેમ વિરતિ વધારવી. આચાર પ્રધાન જીવન જીવવું.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો | તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
૧૦૨