________________
રહેવું જોઇએ તે આજ્ઞા તેમના મનને ન ગમી માટે ન પાળી. આ કેમ ચાલે ? ભગવાનની આજ્ઞામાં ઉત્સર્ગ આવે અને અપવાદ પણ આવે. ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ અને અપવાદના સ્થાને અપવાદ સેવાય.
ર મોસંબીનો રસ અશક્તિના કારણે પીવાય પણ આસક્તિથી/ રસથી, રાગથી તો ન જ પીવાય. રોજ એકાસણું કરવું જોઇએ. કારણે બીયાસણું કે નવકારશી પણ થઇ શકે પણ આસક્તિ પોષવા ન થાય. બધામાં અપવાદ પણ મૈથુનમાં અપવાદે પણ રજા નહિ, કારણકે તેનું સેવન રાગ વિના થઇ શકતું નથી. રાગ-દ્વેષ વિના હિંસાદિ દોષોનું સેવન શક્ય છે, પણ મૈથુનનું નહિ માટે તેમાં અપવાદ નથી. રાગ-દ્વેષ વધે તેવું ન કરાય. રાગ-દ્વેષ ઘટે તેવું કરાય.
ઉત્સર્ગ જેમ મોક્ષનો માર્ગ છે, તેમ અપવાદ પણ મોક્ષનો માર્ગ છે. ભગવાનની આજ્ઞાનું તેમાં પાલન છે. અપવાદના સ્થાને અપવાદનું સેવન કરનારો પણ મોક્ષે પહોંચે છે.
ભગવાનના સિદ્ધાન્તો સામે બળવો કરનારા નિર્નવ કહેવાય. નિર્નવા એટલે ભગવાનના સિદ્ધાન્તને છૂપાવનાર. મહાવીરદેવના શાસનમાં આઠ નિહનવ સંભળાય છે, તેમાંનો પહેલો જમાલી, આઠમો નિહનવ દિગંબર.. | દિગંબરો સ્ત્રીમક્તિ-કેવલીભક્તિ-સવસ્ત્રમક્તિ માનતા નથી. તેઓના મતે સ્ત્રીનો મોક્ષ ન થાય. કેવળજ્ઞાની ગોચરી ન વાપરે. વસ્ત્રવાળાનો મોક્ષ ન થાય. ભગવાને જે કર્યું હતું, તે પ્રમાણે કરવાનું તેઓ માને છે. પણ તેમની આ બધી માન્યતાઓ બરોબર નથી. જ ભગવાને જે કર્યું તે આપણે કરવાનું નથી, પણ ભગવાને જે કહ્યું છે તે કરવાનું છે. ભગવાને જે કર્યું તે કરવાનું હોય તો ભગવાને ૧૨ાા વર્ષના સાધનાકાળમાં ૧ મુહૂર્તથી વધારે પ્રમાદ નથી કર્યો. પલાંઠીવાળીને તેઓ બેઠાં નથી. પ્રાયઃ મૌન રહ્યા છે. ૧૧ાા વર્ષથી વધારે ચોવિહાર ઉપવાસ કર્યા છે; તે બધું કરો ને? એ હાથમાં વાપરવા, છતાં એકે ટીપું નીચે ન પડે તેવી તથા વસ્ત્રો ન પહેરવા છતાં નગ્નતા ન દેખાય તેવી ભગવાનની પાસે લધિ હતી. આવી લબ્ધિ અત્યારે કોઇની પાસે છે ખરી? તો પછી તેનું અનુકરણ શી રીતે કરાય? ધર્મના નામે પણ કદાગ્રહ કે પક્કડ ન જોઇએ. બીજાના દષ્ટિકોણને સમજવાની તૈયારી જોઇએ. 0 (૪)સાંશયિક મિથ્યાત્વ : ભગવાનના વચનોમાં શંકા પેદા કરાવનારું મિથ્યાત્વ સાંસચિક મિથ્યાત્વ કહેવાય. શંકા પડે એટલે સમકિત જાય. તત્વઝરણું
૧૨૧