________________
વહેંચાઇ જતા નથી પણ તે હાથ કે પગમાં રહેલા આત્મપ્રદેશો સંકોચાઇને બાકીના શરીરમાં આવી જાય છે. આત્માના અસંખ્યાતા પ્રદેશોમાંથી નાભિસ્થાને રહેલા આઠ રુચક પ્રદેશો સદાના શુદ્ધ, પવિત્ર અને કર્મરહિત છે. તમામ આત્મપ્રદેશો જ્યારે તેવા શુદ્ધ બને ત્યારે મોક્ષ થયો ગણાય.
લોકાકાશના પ્રદેશો અસંખ્યાતા હોવા છતાં અલોક અનંત હોવાથી, તેના પ્રદેશો અનંતા છે. પુદગલના ટુકડા થઇ શકે છે, માટે તેના પરમાણુ સહિત ચારે પ્રકાર છે. એક પ્રદેશવાળા પુદ્ગલથી શરુ કરીને અનંતાપ્રદેશોવાળા અનંતા પુગલો લોકાકાશમાં છે.
આમ, જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલ, આ પાંચે દ્રવ્યો પ્રદેશોના જથ્થારૂપ હોવાથી અસ્તિકાય તરીકે ઓળખાય છે. આ પંચાસ્તિકાયમય જગત છે. તેમાં કાળ દ્રવ્ય ઉમેરતાં છ દ્રવ્યમય (ષડુ દ્રવ્યમય) જગત ગણાય છે. કાળ તો એક સમય રુપ છે કારણકે ભૂતકાળ તો નાશ પામી ગયો છે. ભવિષ્યકાળા તો હવે આવશે. વર્તમાનકાળ માત્ર એક સમયનો જ છે, તેથી કાળ પ્રદેશોના સમૂહ રુપ બનતો નથી, માટે તે અસ્તિકાય નથી.
જીવાસ્તિકાય અને પુગલાસ્તિકાય ગતિશીલ છે જ્યારે ધમસ્તિકાય - અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્થિર છે, નિષ્ક્રિય છે. પાટા સ્થિર રહે તો જ ગાડી ચાલી શકે. કોઇ ડાયનેમિક (ગતિશીલ) બને તો કોઇએ સ્ટેટીક (નિષ્ક્રિય) બનવું જ જોઇએ. એક જણ બોલવાનું ચાલુ કરે તો બીજાએ મૌન રહેવું. તેમ કરવાથી ફલેશ - કજીયા - કંકાસ દૂર થયા વિના ન રહે.
બધા આત્માઓને મોક્ષ ન મળે. જેને મોક્ષે જવાની તીવ્ર ઇચ્છા હોય તેને જ મોક્ષ મળે. જેને મોક્ષે જવાની ઇચ્છા હોય જ નહિ તેને મોક્ષ ન મળે. અભવ્ય જીવો મોક્ષને માનતા ન હોવાથી તેમને મોક્ષની ઇચ્છા થતી જ નથી, માટે તેઓ કદી પણ મોક્ષે જાય નહિ. ( ટી.વી.,ભોજન, પત્ની, પૈસા વગેરે દુન્યવી પદાર્થોની ઇચ્છા જેને થાય તેને તે બધું મળે જ, તેવો નિયમ નથી; પણ મોક્ષની ઇચ્છા જેને થાય તેને મોક્ષ મળે જ, એવો નિયમ છે, તો બોલો ! હવે શેની ઇચ્છા કરવી જોઇએ? ઇચ્છવા છતાં જે મળવાની ગેરંટી ન હોય તેને મેળવવા કોણ ઇચ્છે? ઇચ્છા કરવાથી જે મળવાની ગેરંટી હોય તેને મેળવવા કોણ ન ઇચ્છે? માટે સંસારના પદાર્થોની ઇચ્છા બંધ કરીને હવે માત્ર મોક્ષ મેળવવાની જ ઇચ્છા કરવી જોઇએ, એમ નથી લાગતું? e અભવ્યોને મોક્ષની ઇચ્છા ન હોવા છતાં તેઓ ખાનપાન અને માનપાન મેળવવા દીક્ષા લે. પરલોકમાં સ્વગતિના સુખ મેળવવા દીક્ષા લે, પરિણામે તે મોક્ષે ન જાય.
તત્વઝરણું
૯૩