________________
સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, માઇલ, યોજન જેવું ‘રાજ' એ લંબાઇ માપવાનું એક મોટું માપ છે. એક રાજ એટલે અસંખ્યાતા યોજન. એક રાજલોકના માપને નીચેના દ્રષ્ટાંતથી કલ્પી શકાય. ધારો કે ક્રિકેટની પીચ એક રાજલોક લાંબી છે. દેવો ક્રિકેટ રમે છે. ચપટીમાં સમગ્ર જંબુદ્વીપને ૨૧ વાર પ્રદક્ષિણા દેવાય તેટલી ઝડપે લોખંડના મોટા વજનદાર ગોળા રુપી બોલને લઇને કોઇ દેવ ફાસ્ટ બોલીંગ કરે તો તે બોલ (લોખંડનો મોટો વજનદાર ગોળો) છ મહીને પીચના બીજા છેડે પહોંચે. પીચનું આટલું મોટું માપ એક રાજલોકનું છે. આવા ચૌદ રાજ જેટલું લોકાકાશ છે; માટે તે ચૌદ રાજલોક તરીકે ઓળખાય છે. આ ચૌદ રાજલોકમાં સંપૂર્ણ વિશ્વ આવી જાય. સચરાચર સૃષ્ટિ તેમાં સમાઇ જાય. દેવલોક, નરક, મોક્ષ વગેરે પણ આ ચૌદ રાજલોકમાં આવી જાય. ટૂંકમાં ચૌદ રાજલોક એટલે આખી દુનિયા.
આજની શોધાયેલી દુનિયા તો આ ચૌદ રાજલોક સમાન દરિયાની સામે પાણીનું એક બિંદુ ગણાય. આજની દુનિયાના નકશામાં સ્વર્ગ-નરક-મોક્ષ મહાવિદેહક્ષેત્ર વગેરે નથી દેખાતા એટલે તે નથી, એમ ન મનાય. કોલંબસે અમેરિકા દેશ અને વાસ્કોદીગામાએ ભારત દેશ શોધ્યો નહોતો ત્યાં સુધી તેમનું અસ્તિત્વ પણ દુનિયાના નકશામાં નહોતું; એટલે શું હકીકતમાં આ બે દેશો દુનિયામાં નહોતા? હજુ નહિ શોધાયેલા વિસ્તારો બાકી છે, માટે સ્કૂલકૉલેજમાં ભણાવવામાં આવે છે, તેના કરતાં ઘણી મોટી-વિશાળ-જુદા પ્રકારની પૃથ્વી-દુનિયા-વિશ્વ છે, તેમ માનવું જ રહ્યું.
સર્વ કર્મનો નાશ કરનારો આત્મા ધર્માસ્તિકાયની સહાયથી ઉપર જાય. લોકાકાશની બહાર ધર્માસ્તિકાય ન હોવાથી લોકાકાશના ઉપરના છેડે તે અટકી જાય. આગળ અલોકમાં ન જાય. તે જ્યાં સ્થિર થયો તે જ તેનો મોક્ષ. આ મોક્ષમાં હંમેશ માટે સ્થિર થવામાં અધર્માસ્તિકાય સહાય કરે છે. લોકાકાશનો સૌથી ટોચનો ભાગ તેમને કાયમ ત્યાં રહેવા માટે અવકાશ આપે છે. મોક્ષમાં રહેલો આત્મા હંમેશા પોતાના સ્વરુપમાં લીન બને છે. આત્મરમણતાની મસ્તી અનુભવે છે.
મોક્ષમાં ગયેલો આત્મા અત્યંત પવિત્ર હોવાથી રાગ-દ્વેષાદિ કરતો નથી. પરિણામે કર્મો ચોંટતા નથી. તેથી તેને કદી ય સંસારમાં જન્મ-જીવન-મરણાદિ કરવા પડતા નથી. સદા નિજાનંદમાં તે મસ્ત રહે છે.
. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્
તત્વઝરણું
Hous
: ૮૦