________________
ચરમાવર્તમાં આવેલો પાછો અચરમાવર્તમાં ન જાય.
SUOS PRIE
આપણો જો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો છે તો હવે પુરુષાર્થ બળવાન છે. કર્મો નબળા છે. કર્મો તો અચરમાવર્તકાળમાં બળવાન હોય, અત્યારે નહિ. તેથી હવે જો પુરુષાર્થ કરીશું તો મોક્ષ મળી શકશે.
આત્મા જેમ જેમ દોષનાશ અને ગુણપ્રાપ્તિની સાધનાનો પુરુષાર્થ કરે તેમ તેમ મોક્ષની નજીક પહોંચતો જાય. જ્યારે તે મોક્ષ પામે ત્યારે આત્માનો સ્વભાવ ઉપર જવાનો હોવાથી સીધી લાઇનમાં ઉપર જાય.
કર્મો આત્માને આજુ બાજુ કે નીચે લઇ જાય તે વાત જુદી, બાકી કર્મરહિત બનેલો આત્મા તો ઉપર જ જાય.
ܘ ܀ ܐܘܬܐ
તરવાની શક્તિ તો માછલીમાં જ છે, છતાં પાણી વિના તરી શકે? ચાલવાની શક્તિ હોવા છતાં પાટા વિના ગાડી દોડી શકે? તેમ આ વિશ્વમાં જીવો અને જડપદાર્થોને ગતિ કરવામાં ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય સહાય કરે છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે સૂર્યના કિરણને ધરતી ઉપર આવવામાં ઇથર નામનું અરુપી દ્રવ્ય સહાય કરે છે. કોઇની સહાય વિના ગતિ થઈ શકે નહિ.
જીવ અને જડનો ધર્મ (સ્વભાવ) છે ગતિ કરવાનો. જે દ્રવ્ય જીવ અને જડને તેનો ધર્મ પાળવામાં સહાય કરે છે તેને ધર્માસ્તિકાય કહેવાય છે. તે રુપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દ વિનાનું અખંડ એક દ્રવ્ય છે. તેના ટૂકડા થઇ શક્તા નથી.
ખાલી જગ્યા રુપ આકાશના જેટલા ભાગમાં આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે, તેને લોકાકાશ કહેવાય છે. તેનો ચૌદ રાજલોકના માપનો વિસ્તાર છે. આ ચૌદ રાજલોકમાં ધર્માસ્તિકાય છે, તેની બહાર કયાં ય નથી.
દોષનાશ અને ગુણપ્રાપ્તિની સાધના વડે આત્મા જ્યારે તમામ દુઃખો, તમામ પાપો અને તમામ દોષોથી મુક્ત થઇને સર્વગુણસંપન્ન બને ત્યારે તે મોક્ષે ગયો, સિદ્ધ થયો કહેવાય, કારણ કે તેના તમામ પ્રયોજનો સિદ્ધ થઇ ગયા છે. હવે તેણે કાંઇપણ સિદ્ધ કરવાનું બાકી નથી. આવો સિદ્ધ આત્મા તરત ઉપર જાય છે. ધર્માસ્તિકાય તેને મદદ કરે છે, પણ ગેસનો ફુગ્ગો ઉપર જાય તો પણ સીલીંગ આવે તો તેને ચોંટીને સ્થિર રહી જાય. આગળ ન જાય. પાટા ન હોવાથી ગાડી ચર્ચગેટથી આગળ ન જાય. ત્યાં ઊભી રહી જાય. તેમ આગળ હવે ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધ આત્મા ચૌદ રાજલોકના ઉપરના છેડે અટકી જાય છે. આગળ જતો નથી. તેને સિદ્ધશીલા પહોંચેલો કે મોક્ષે ગયેલો કહેવાય છે.
F
તત્વઝરણું
Tano
૧ ૮૫