________________
ધંધો કરું તો કરોડોનો જ કરું, બે-પાંચ હજારનો કદી નહિ ! એવું ભૂખે મરનારો કદી ન વિચારે. તેમ મેળવું તો સંપૂર્ણ ગુણોની ખીલવણી રૂપ મોક્ષસુખને જ મેળવું, બાકી આંશિક ગુણોની ખીલવણી રૂપ સંયમની આરાધના ના કરું એવું ન વિચારાય. જિનપૂજાથી માંડીને સંયમજીવન સુધીની તમામે તમામ ધર્મક્રિયાઓ ઉત્તરોત્તર વધુને વધુ ગુણો ખીલવવાપૂર્વક ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે, માટે કોઇપણ ધર્મક્રિયાની ઉપેક્ષા કે અવજ્ઞા ન કરાય. - દુર્ગતિમાં પડતા ધારી રાખે તે ધર્મ. ભગવાને માત્ર ધર્મ બતાડયો છે. અન્ય ધર્મથી જુદો પાડવા તેને વિશેષણ લાગ્યું જૈન. શિવનો ધર્મ શૈવ, વિષ્ણુનો ધર્મ વૈષ્ણવ. બુદ્ધનો ધર્મ બૌદ્ધ, તેમ જિનનો ધર્મ જૈન. | જિન એટલે જીતેલા. કોને જીતેલા? રાગ-દ્વેષ-વિષય-કષાયને જીતેલા. જેનધર્મની આ તો મહાન વિશેષતા છે. તે વ્યક્તિપૂજામાં નહિ પણ ગુણપૂજામાં માને છે. મહાવીર કે નહષભદેવના નામ ઉપરથી ધર્મનું નામ ન પડયું, પણ દોષોને જીતવા રૂપ ગુણ ઉપરથી નામ પડ્યું. વ્યક્તિ મહાન નથી, ગુણ મહાના છે. ગમે તે જ્ઞાતિમાં જન્મેલી વ્યક્તિ ગુણપ્રાપ્તિ વડે મહાન બની શકે છે, તેવું જૈનધર્મ જણાવે છે. અહીં કોઇ ભેદભાવ નથી. કોઇની મોનોપોલી નથી. જે પાળે તેનો ધર્મ. જે ગુણપ્રાપ્તિ અને દોષનાશનો ઉધમ કરવા ઇચ્છે તે બધા માટેનો ધર્મ તે જૈનધર્મ. ભગવાને બતાડેલા આ ધર્મનું હાર્દ રાગ-દ્વેષનો નાશ કરવો તે છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે, “જહ જહ દોસા લહુ વિલિન્કંતિ, તહ તહ પઢિચવું, એસા આણા જિબિંદાણ.” જિનેશ્વરોએ બતાડેલા ધર્મની આજ્ઞા એ. છે કે, જેમ જેમ રાગ-દ્વેષ વગેરે દોષો જલ્દીથી વિલય (નાશ) પામે તેમ તેમ પ્રયત્ન કરવો.”
સંસારમાં તો ડગલે ને પગલે રાગ-દ્વેષ કરવા જ પડે, તેથી ભગવાનની આ આજ્ઞા પાળવા સંયમજીવન સ્વીકારવું જરૂરી છે. સંયમ સ્વીકાર્યા પછી પણ કયાં ય રાગ-દ્વેષ ન સેવાઇ જાય તેની કાળજી લેવાપૂર્વક અનાદિકાળના રાગદ્વેષના સંસ્કારોને ખતમ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આ પુરુષાર્થ સંસારના વાતાવરણમાં અતિમુશ્કેલ છે. સંયમજીવનનું વાતાવરણ આ રાગ-દ્વેષના નાશની સાધના માટે અનુકૂળ છે, માટે સૌએ સંયમજીવન સ્વીકારવા શકચ પુરુષાર્થ આદરવો જોઇએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
૧
તત્વઝરણું
૮૩