________________
અમારો જવાબ છે.
તમે પૂછો કે, “મોક્ષનું સુખ કોના જેવું તે તો કહો”તો અમારે કહેવું પડે કે “આ સંસારમાં કોઇ સુખ એવું નથી કે જેની સાથે મોક્ષના સુખની સરખામણી કરી શકાય. સંસારમાં પ્રાપ્ત થતાં તમામે તમામ પ્રકારના સુખો કરતાં ચડિયાતું, વિશિષ્ટ કોટિનું સુખ મોક્ષમાં છે. તે તો જે અનુભવે તેને જ ખબર પડે. બાકીના આપણે બધાએ તો માત્ર તેની કલ્પના જ કરવી પડે. પ્રસતિની પીડા કેવી ભયંકર હોય છે ? તે તો કોઇ માતા જ કહી શકે, બિચારી વધ્યાને કે પુરુષને શું ખબર પડે?
ગોળની મીઠાશ અનુભવવા છતાંય વાચા ન હોવાથી જેમ મૂંગો માણસ બીજાની સામે તે મીઠાશને વર્ણવી ન શકે તેમ જેઓ મોક્ષના સુખનો સતત અનુભવ કરી રહ્યા છે, તેવા સિદ્ધભગવંતો પણ અનુભવવા છતાંય મોક્ષના સુખને વર્ણવી ન શકે. | મોક્ષના સુખની વાત તો દૂર રહો, સાધુ ભગવંતો જે સમતાના સુખને અનુભવી રહ્યા છે, તેને પણ સંસારી જીવો શી રીતે સમજી શકે? મહોપાધ્યાય યશોવિજયજી વૈરાગ્ય કલ્પલતા' નામના ગ્રંથમાં કહે છે કે જેમ અનુભવ ના કર્યો હોવાથી કુમારિકા કન્યા પ્રાણથી પ્રિય વિષયસુખને જાણી શક્તી નથી તેમ સંસારી જીવો પણ તેવો અનુભવ ન કરવાના કારણે સાધુઓના સમતાસુખને સમજી શક્તા નથી.
સાધુઓએ ટી.વી., વીડીયો છોડચા, કામવાસનાના સુખ છોડયા, છતાં કેવા મસ્તીથી જીવે છે. તેનું કારણ આ બંધા સુખો કરતાં ચડિયાતા સમતાના સુખમાં તેઓ લીન છે. તમે અનુભવ કરો તો ખબર પડે.
જેમણે સંસારસુખ સેવ્યું જ નથી, તેવા યુવાનો-માટીપગા માનવીના શબ્દો ઉપર વિશ્વાસ મૂકીને-લગ્ન જીવનના કૂવામાં ભૂસકો મારવા તૈયાર થાય છે. પણ સમતાના સરવરીયામાં સ્નાન કરતાં મહાત્માના શબ્દો ઉપર વિશ્વાસ મૂકીને સંયમજીવન સ્વીકારવા તલપાપડ બનતા નથી, તે કેવી કમનસીબી ગણાય!
મુંબઇમાં કમાણી કરીને કોઇ દીકરો દેશમાં આવ્યો. મુંબઇ જઇને મેળવેલી સમૃદ્ધિની તેણે ત્યાં બધાને વાત કરી. બધા પોતાના દીકરાને મુંબઇ મોકલવા ઇચ્છે ને ? તમારામાંથી અમે દીક્ષા લઇને સાધુ બન્યા. અહીં સમતા વગેરેના ઘણા સુખને પામ્યા. અમે તમને કહીએ છીએ કે અહીં મજા છે. સાચા સુખની પુષ્કળ કમાણી છે. તમે આવશો ને? તમારા દીકરાઓને મોકલશોને? કેમ ના? સંસારમાં જુદો નિયમ અને ધર્મમાં જુદો નિયમ, એવું કેમ? ન્યાય તો સમાન જ હોય ને ? તત્વઝરણું
- ૮૨