________________
વર્ષોથી સત્રિભોજન ત્યાગ કરીને તેને સ્વભાવ બનાવી દેનારા કહે છે કે, મારાથી રાત્રિભોજન થાય જ નહિ.” કેટલાક કહે છે કે, “પૂજા વિના મને ચાલે જ નહિ. પૂજા કરવી તે મારો સ્વભાવ થઇ ગયો છે.' તેમ અહીં “ક્ષમાં રાખવી તે મારો સ્વભાવ બન્યો છે.” સ્વભાવક્ષમાં સૌથી શ્રેષ્ઠ ક્ષમા છે. તેમાં બાહ્ય કે આંતરિક પરિસ્થિતિનો વિચાર નથી. આ ક્ષમા ધારણ કરવી પડતી નથી, પણ સ્વાભાવિકપણે થઇ જાય છે.
કયાંક એફસીડન્ટ થયો. ત્યાં પહોંચ્યા. કોને થયો છે ? તપાસ કરી. સગા-સંબંધી સ્નેહીને થયો છે, તો દોડાદોડ કરી. અજાણ્યાને થયો છે તો મારે શું? કહીને આગળ વધ્યા. સગાની કાળજી લીધી, તે રવભાવકરુણા નથી. પણ અજાણી વ્યક્તિ હોવા છતાંય, પોલીસકેસ,લફા,દોડાદોડ વગેરેની સંભાવના હોવા છતાંય સતત તેને ઉગારવાના પ્રયત્નો કર્યા. કોઇએ પૂછયું, કેમ? તો જવાબ મળ્યો, “મારાથી તેનું દુ:ખ જોવાયું નહિ. મારાથી રહેવાયું નહિ.” આ સ્વભાવ કરુણા.
આ સ્વભાવક્ષમા, રવભાવ કરુણા અહીં આંશિકપણે ક્યારેક અનુભવાય છે. તે કાયમ માટેના પૂર્ણ રૂપને ધારણ કરે તેનું નામ મોક્ષ. આત્મા સંપૂર્ણપણે વાભાવિક નિર્વિકારી, નિરભિમાની, નિમચાવી, નિર્લોભી, ક્ષમાશીલ બને એટલે તેણે મોક્ષે જવું ન પડે, તે પળે તે મોક્ષે પહોંચી જ જાય. આત્મા જયારે સર્વદોષમુક્ત અને સર્વગુણયુક્ત બને ત્યારે તેનો મોક્ષ થયો ગણાય. એ અપેક્ષાએ આંશિક દોષમુક્તિ અને આંશિક ગુણ-પ્રાપ્તિને આંશિક મોક્ષની અનુભૂતિ તરીકે વિચારી શકાય. સંપૂર્ણ મોક્ષ ભલે આ શરીરથી, આ ભવમાં, આ ભરતક્ષેત્રમાંથી ન મળી શકતો હોય પણ આંશિક દોષનાશ અને આંશિક ગુણપ્રાપ્તિ તો આ ભવમાં પણ થઇ શકે છે. તેથી તે માટેની સાધના શરુ કરવી જરુરી છે.
જેમ જેમ દોષોને નબળા પાડીશું, ગુણોને ખીલવતા જઇશું, તેમ તેમ આ જીવનમાં પણ શાંતિ, સમાધિ, પ્રસન્નતા વધતી જશે. જેમ જેમ દોષોનું જાગરણ થશે તેમ તેમ જીવનમાં ત્રાસ, અસમાધિ, સંક્લેશ વધશે. શું જોઇએ છે? પ્રસન્નતા કે સંકલેશ?
જીવનમાં પ્રસન્નતા, સમાધિ અને શાંતિ જોઇએ છે? તો એકબીજાની ભૂલોને માફ કરતા રહો. લેટ ગો કરવાનું શીખી લો. નાનાઓનું સ્વમાન સાચવો, મોટાઓનું સન્માન કરો. જે ઘરમાં મોટાઓને આદર અપાય છે અને નાનાઓની વારંવાર કદર થાય છે, ત્યાં શાંતિ-સમાધિ-પ્રસન્નતા સામેથી આવે તત્વઝરણું
( ૮૦