________________
છે. એકવાર આ પ્રયોગ કરી તો જુઓ.
મોક્ષમાં દુ:ખના અભાવ રુપ કે દુઃખના પ્રતિકાર રુપ સુખ નહિ, પણ પોતાનું વિશિષ્ટ કોટિનું સુખ છે. તેને આત્મરમણતા કહો, આત્મલીનતા કહો કે આત્માનંદની અનુભૂતિ કહો. સંસારના તમામે તમામ પ્રકારના સુખોથી ચડિયાતું વિશિષ્ટ કોટિનું સુખ મોક્ષમાં છે. તેને સમજાવવા ઉપાધ્યાય વિનયવિજયજી મ. સાહેબે લોકપ્રકાશ ગ્રંથમાં એક રૂપક જણાવ્યું છે.
એકલો પડી ગયેલો એક રાજા જંગલમાં ભૂલો પડયો. આદિવાસીએ ઝુંપડામાં લઇ જઇને સારી સરભરા કરીને માર્ગ બતાડ્યો. ઉપકારનો બદલો વાળવા રાજા તે આદિવાસીને પોતાના નગરમાં લઇ ગયો. મોટો મહેલ, અપ્સરાઓ જેવી કન્યાઓ, રાજશાહી ઠાઠમાઠ, સગવડો-મોજશોખ-વિશિષ્ટ ભોજનસામગ્રી વગેરેથી સરભરા કરી. એકવાર ઝરુખેથી મેઘાડંબર આકાશ, કોયલના ટહુકા,મોરની કળા વગેરે જોતાં આદિવાસીને પોતાનું ઘર યાદ આવ્યું.
..
રજા લઇને ઘરે પહોંચ્યો. ત્યારે વીંટળાઇ વળેલા ત્યાંના લોકો તેને પૂછે છેઃ ‘નગરમાં સુખ કેવું હતું?' જવાબ : “ઘણું બધું.'' પ્રશ્ન : “અરે ! ઘણું બધું એટલે કેટલું? સરપંચને છે તેટલું?'' “ના, તેથી ય વધારે.'' “ત્યાં મકાન કેવું હતું?'’ ‘“મોટો મહેલ હતો.’’ “કેવો? પેલા ધોળા મકાન જેવો?’“ના તેનાથી ચડિયાતો.” “પણ ચડિયાતો એટલે કેવો?'' ‘શું કહું? અહીં તેના જેવું કોઇ મકાન જ નથી કે જેથી હું કહું કે આના જેવો.’'
C
“ત્યાં જમવાનું કેવું હતું?'' “બહુ જોરદાર.'' “આપણી રાબ જેવું મિષ્ટાન્ન હતું?'' ‘અરે ! રાબ તો કુછ નહિ, તેનાથી ય ચડિયાતી વસ્તુઓ હતી.’’ ‘હેં! તેનાથી ય ચડિયાતી ? કોના જેવી? કહે તો ખરો.” “શું કહું? કોના જેવી કહું? તેના જેવી અહીં કોઇ વસ્તુ જ નથી ને?'' આમ, જે જે પૂછાતું ગયું તે બધામાં તેનો એક જ જવાબ આવ્યા કરતો હતો કે, ‘બહુ જોરદાર'. ‘અતિશય સુંદર’ પણ તેના જેવી કોઇ વસ્તુ અહીં નથી કે તેના જેવું હતું - તેમ કહી શકાય.
બસ, આ જ વાત મોક્ષના સુખ માટે છે. તમે પૂછો કે મોક્ષમાં સુખ કેવું? તો અમારો જવાબ છે, ‘‘વિશિષ્ટ કોટિનું, બહુ જોરદાર, જેનાથી ચડિયાતું સુખ ક્યાંય ન હોય તેવું.' પણ તમે કહો કે કોના જેવું? ભારત-પાકિસ્તાનની ઇન્ટરેસ્ટીંગ મેચમાં છેલ્લે છેલ્લે ભારત જીતતાં અમને આનંદ આવે તેટલું? યુવાન પત્નીની સાથે જે સુખ માણીએ તેવું? અબજો રુપીયાની લોટરી લાગતાં સુખ મળે તેવું?’ “ના, તે બધા કરતાં ય જોરદાર, ઘણું બધું વધારે,'' તેવો
જે
તત્વઝરણું
- ૮૧