________________
જેમ જેમ દોષો વિરામ પામે (અટકે), જેમ જેમ વિષયોથી વૈરાગ્ય પેદા થાય તેમ તેમ જાણવું કે પરમપદ (મોક્ષ) નજીક છે.” જડ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય જાગે, જગતના જીવો પ્રત્યે સત્કાર જાગે ત્યારે મોક્ષ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, એમ સમજવું. - આમ, જો આપણામાં દોષો જોરદાર જામેલા હોય તો આપણે મોક્ષથી દૂર છીએ એમ સમજવું અને જો દોષો પાતળા પડતા હોય, ગુણો પેદા થતાં હોય તો મોક્ષની નજીક જઇ રહ્યા છીએ, તેમ જાણવું. આ દોષનાશ અને ગુણપ્રાપ્તિ માટે એટલે કે આત્માને નિર્મળ બનાવવા માટે બાહ્ય આરાધનાઓ, આરાધનાના સ્થાનો અને આરાધનાની સામગ્રીઓની પણ તેટલી જ જરૂર છે. તેના વિના ના ચાલે. - જો આપણો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો છે, તો હવે કાળ ફેવર કરે છે. જે ઇચ્છો તે થાય. પુરુષાર્થ સફળ થાય. કર્મો ફેઇલ થાય. હવે જો આપણે મોક્ષ મેળવવા સમ્યક્ પુરુષાર્થ ન કરીએ તો કેમ ચાલે ?
નિયતિમાં જે હોય તે જ થાય ને ? માટે મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે થશે જ, તો પુરુષાર્થ કરવાની શી જરૂર ? એમ ન કહેવું. | ગણિતની ચોપડીમાં દાખલાનો પાછળ જે જવાબ આપ્યો છે, તેના જેવી નિયતિ છે. પણ તે જવાબ લાવવા જે સરવાળા-બાદબાકી-ગુણાકારભાગાકાર-વર્ગમૂળ-વર્ગ વગેરે રીત કરવી પડે તેના જેવો પુરુષાર્થ છે. દાખલાનો. જવાબ નકકી જ છે, છતાં તે ન જાણો ત્યાં સુધી રીત તો કરવી પડે; તેમ નિયતિ ન જાણો ત્યાં સુધી પુરુષાર્થ કરવો જ જોઇએ.
નિયતિમાં દીક્ષા નથી જ, તેવું જાણો છો? જો ના, તો દીક્ષા મેળવવા પુરુષાર્થ કરવાનો. તે માટે ઘર છોડીને મહારાજ સાહેબ પાસે રહેવા જવાનું. સંયમ મળે તેવો ઉધમ કરવાનો. છતાં ય સંયમ ન મળે તો નિકાચિત ચારિત્ર મોહનીસકર્મનો ઉદય સમજવો, પણ તેવો પુરુષાર્થ કર્યા વિના કર્મનું બહાનું શી રીતે કઢાય ? - ચરમાવર્તકાળમાં આવી ગયા છીએ તો હવે માત્ર મોક્ષ મેળવવા જ પુરુષાર્થ કરવાનો. મોક્ષથી ઓછું આપણને કાંઇ ન ખપે. જે મોક્ષને જ ઇચ્છે, તેને મોક્ષ ન મળે ત્યાં સુધી મોક્ષની નીચેનું બધું જ મળ્યા કરે.
સ્વામી વિવેકાનંદને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ જ્યારે અણિમાદિ આઠ સિદ્ધિઓ આપતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “ગુરુદેવ ! આ આઠ સિદ્ધિઓથી મને મોક્ષ મળશે? જો તેનાથી મોક્ષ ન મળવાનો હોય તો આ આઠ મહાસિદ્ધિઓ .
| તત્વઝરણું
| go