________________
વાસ્તવિક કક્ષાની ન કરાવી શકે, પણ તે ધમરાધના ચાલુ હોય તેટલો સમય વિરાધના તો દૂર થાય જ. ધર્મસ્થાનોમાં જઇએ તેટલો સમય વિરાધનાના સ્થાનોમાં જવાનું અટકે છે. ધર્મની સામગ્રીઓનો ઉપયોગ કરાય ત્યારે વિરાધનાની સામગ્રીઓ દૂર થાય જ. આ ધર્મારાધના, ધર્મારાધનાના સ્થાનો અને ધમરાધનાની સામગ્રી પુણ્ય બંધાવે. પાપોનો નાશ કરે. વિરાધના, વિરાધનાના સ્થાનો અને વિરાધનાની સામગ્રીઓ દૂર થતાં પાપો બંધાતા અટકે, પરિણામે દુઃખો દૂર થાય. સુખની સામગ્રીઓ પ્રાપ્ત થાય. આ ફાયદો પણ શું નાનો સુનો છે?
કેવળજ્ઞાનીની દષ્ટિએ જેટલા ભવો સંસારમાં કરવાના છે, તેમાં વધ-ઘટ થવાની નથી, પણ તે ભવો નરકના, કૂતરાના, વાઘ-સિંહના,ગરીબ કે મુસલમાન તરીકેના પણ થઇ શકે છે. તેના બદલે તે ભવો દેવલોક વગેરેના કે સુખસમૃદ્ધિવાળા માનવના થાય તો સારું ને? તે બધો કાળ ભૌતિક રીતે સુખી પસાર થાય તેવું ઇચ્છો ને? તે કાર્ય અચરમાવર્તકાલિન આરાધનાઓ વગેરે પણ કરી શકે છે. આ
તેથી અચરમાવર્તકાળમાં હોઇએ કે ચરમાવર્તકાળમાં, ધર્મની આરાધના દિન-પ્રતિદિન વધારવી જોઇએ. વારંવાર ધર્મના સ્થાનોમાં જવું જોઇએ. ધર્મની સામગ્રી કટાસણું, ચરવળો, ધૂપ-દીપ વગેરેનો ઉપયોગ કરવો જોઇએ. તે બધું અચરમાવર્તકાળમાં ભૌતિકવિકાસ સાધવામાં અને ચરમાવર્તકાળમાં ભૌતિક વિકાસ સાથે આધ્યાત્મિક વિકાસ સાધવામાં ઉપયોગી બનશે.
અચરમાવર્તકાળમાં કર્મોની તાકાત વધારે હોવાથી તે વખતની આરાધનાઓ વગેરે દોષનાશ કે ગુણપ્રાપ્તિ કરાવી ન શકે. તે વખતે જે દોષનાશ કે ગુણપ્રાપ્તિ જણાય તે આભાસિક હોય. રાખથી ઢાંકેલો અગ્નિ ઓલવાયેલો જણાય તેવી ક્ષમા હોય !
આ અચરમાવર્તકાળમાં વિરાધકભાવ હોય. આરાધકભાવ ન હોય. આરાધકભાવ વિના દોષનાશ-ગુણપ્રાતિ વાસ્તવિક ન થાય. તે તો ચરમાવર્તકાળમાં આરાધકભાવ આવવાથી થાય. આરાધકભાવ પેદા થાય ત્યારે આધ્યાત્મિક વિકાસમાં આગેકૂચ થાય. આરાધકભાવ દોષોનો નાશ કરીને ગુણોને પ્રગટ કરે. છેલ્લે મોક્ષે પહોંચાડે. a આધ્યાત્મિક વિકાસનું બેરોમીટર સુખ-દુઃખ, પુણ્ય-પાપ નહિ પણ ગુણપ્રાપ્તિ અને દોષનાશ છે. ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથમાં કહ્યું છે કે,
2 “જહ જહ દોસા વિરમઈ, જહ જહ વિસયહિં હોઈ વેરઝ્મ,
| તહ તહ વિનાયબં, આસનં સે અ પરમપયું. તત્વઝરણું
- ૬૬