________________
મારે મન આઠ કાંકરાથી વિશેષ જરા ય નથી !
પત્ની મૈત્રેયીને તેના પતિ યાજ્ઞવલ્કય જાતજાતની ભેટ આપતો ત્યારે તે પૂછતી કે, “શું મને આનાથી મોક્ષ મળશે? જો ના, તો મારે તેનું શું કામ છે?'' “ચેનાહં નાડમૃતા ચાં, તેનાડહં કિં કુર્યામ”
વિવેકાનંદ, મૈત્રેયી વગેરેને જૈનશાસન નહોતું મળ્યું, છતાં ય તેમને જો. મોક્ષથી ઓછું ખપતું નહોતું તો આપણને તો જૈનશાસન મળ્યું છે, આપણને મોક્ષથી ઓછું શી રીતે ચાલે ?
મોક્ષ મેળવવા સત્સંગ કરવો. સારા પુસ્તકોનું વાંચન કરવું. તેનાથી જ્ઞાન વધે. તપ-જપ-ધ્યાનમાં આગળ વધાય. સત્સંગ, વ્યાખ્યાનશ્રવણ, સત્સાહિત્યવાંચન વગેરેથી છોડવા જેવા (હેય), જાણવા જેવા (ૉય) અને આદરવા જેવા (ઉપાદેય) તત્ત્વો સમજાય. હેયપદાર્થો છૂટતા જાય. ઉપાદેય પદાર્થો આચરાતા જાય, પરિણામે મોક્ષ નજીક આવતો જાય. - આ કાળે અહીંથી ક્યાં મોક્ષે જવાય છે કે તેનો પુરુષાર્થ કરીએ? એવું ન વિચારવું. કાંદીવલીથી અમેરિકા જવાય કે નહિ? બોલો કે જવાય, વાયા સહારા એરપોર્ટ. તે જ રીતે અહીંથી પણ મોક્ષે જવાય, બોલો વાયા મહાવિદેહક્ષેત્ર. - જેણે અહીં દીક્ષા લેવી નથી, અહીં દીક્ષા ગમાડવી નથી તેને કદાચ મહાવિદેહક્ષેત્રમાં જન્મ મળે તો ત્યાં પણ દીક્ષા લેવી ગમશે? તે લઇ શકશે ખરો? અહીં ગમાર્યું હશે તો ત્યાં ગમશે. મહાવિદેહક્ષેત્રમાં જવાની તથા ત્યાં ગયા પછી સંયમ ગમે અને મળે તે માટેની ભૂમિકા તો અહીં બનાવવી પડશે ને? તે માટે અહીં સંચમધર મહાત્માઓ ગમાડવા પડશે. સંયમ ગમાડવું પડશે. અને તેથી આગળ વધીને સંયમજીવન સ્વીકારવાની ભૂમિકા પેદા કરવી પડશે, બરોબર ને? go આંશિક મોક્ષના દરવાજા તો અહીં પણ ખુલ્લા છે. મોક્ષ એટલે છૂટકારો. તમામ દુઃખોમાંથી છૂટકારો, તમામ પાપોમાંથી છૂટકારો, તમામ વાસનાઓમાંથી છૂટકારો. દુઃખો-પાપો-વાસનામાંથી થોડો થોડો છૂટકારો થતો તો અહીં પણ અનુભવાય છે, અને તે માટે મહેનત પણ કરો છો, તો આ બધાથી સંપૂર્ણપણે છૂટકારો પમાડનારા મોક્ષ માટે કેમ પુરુષાર્થ ના કરવો ?
ચાલો, હજુ મોડું નથી થયું. આજે જ તે માટેનો સમ્યક્ પુરુષાર્થ આરંભીએ. તે માટે મોક્ષના સ્વરૂપને સમજીએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું
૬૮