________________
સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧૪ બુધવાર, તા. ૨૧-૮-૦૨
ચરમાવર્તકાળમાં રહેલો આત્મા સમ્યફ પુરુષાર્થ વડે વિકાસ સાધતાં સાધતાં જ્યારે સમ્યગદર્શન પામે ત્યારે તે અર્ધચરમાવર્તકાળથી વધારે તો નહિ જ ભમે તેમ નક્કી થાય.
સમકિતી આત્મા સંસારમાં રખડે તો ય વધુમાં વધુ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તકાળ એટલે કે અર્ધચરમાવર્તકાળ, રખડે, પણ તેનાથી વધારે તો નહિ.
સમકિતી આત્માને તારક પદાર્થો જ ગમે, મારક પદાર્થો ન જ ગમે. તેને મોક્ષ જ ગમે. સંસાર ન જ ગમે. ગુરુમહારાજ જ ગમે. ઘરવાળી ન જ ગમે. તેની આંતરિક સ્થિતિ ઘણી બધી પલટાઇ ગઇ હોય, તે સંસારમાં રહે ખરો, પણ તેમાં રમે તો નહિ જ. તે કાયપાતી હોય પણ ચિત્તપાતી ન હોય, એટલે કે તેનું શરીર ભલે સંસારમાં હોય, પણ તેનું મન તો ત્યાંથી ઊઠી ગયું હોય ! તે મોક્ષ મેળવવા ઝૂરતો હોય; કારણકે સાચું સુખ ત્યાં મોક્ષમાં જ છે.
આ દુનિયામાં રહેલી દરેક વ્યક્તિને સુખ જોઇએ છે. સુખ મેળવવા તે બધે ફાંફાં મારે છે, પણ સુખ એટલે શું? પોતાને કયું સુખ જોઇએ છે? તે માટેના સ્પષ્ટ વિચારો કેટલા પાસે છે? પાંચ મિનિટ માટે આંખ મીંચીને વિચારો કે મારે કયું સુખ જોઇએ છે? સુખ માટેની મારી કલ્પના શું છે? નાસ્તિક હોય કે આસ્તિક, ભારતીય હોય કે પરદેશી, જૈન હોય કે અજેન, બધાને ખરેખર કયું સુખ જોઇએ છે? તે વિચારીએ. | હું સમજું છું ત્યાં સુધી દરેકની ઇચ્છા તે જ સુખને મેળવવાની છે કે (૧) જે સુખ મોટા દુઃખને લાવનારું ન હોય ! બરોબર ને? ઝેરના ટીપાવાળો દૂધપાક ખાવા કોણ ઇચ્છે? બ્રેઇન હેમરેજ કરવાની શકયતાવાળી માથાનો દુઃખાવો દૂર કરવાની ગોળી કોણ લે? કોઇ જ નહિ ને? શા માટે? બોલો કે દૂધપાક કે ગોળી સુખ આપવાનું કે દુઃખ દૂર કરવાનું કાર્ય તો તાત્કાલિક કરે છે, પણ પછી મોતનું મોટું દુઃખ લાવે છે, માટે તેવા સુખને ન ઇચ્છાય. બરોબર ને? તેથી નકકી થયું કે જે સુખ મોટા દુ:ખને લાવનારું હોય તે સુખ મેળવવા કોઇ ઇચ્છે નહિ. | (૨) જે સુખ કાયમ ટકવાનું ન હોય તેને કોણ ઇચ્છે? ચાર રામવાળો ભાડાનો ફલેટ મળતો હોય અને બીજી બાજુ માત્ર વન રુમ કીચના ઓનરશીપથી મળે તેમ હોય તો, બેમાં શું ઇચ્છો? નાનો પણ ઓનરશીપનો ફલેટને? કેમ? તમારો કબજો તેમાં કાયમ રહેવાનો છે, માટે જ ને? આમ, જે સુખ કાયમ ટકવાનું હોય, તેને જ બધા ઇચ્છે છે.
(૩) જે સુખ સ્વાધીન હોય તેને બધા ઇચ્છે. જેમાં બીજાની દાઢીમાં વારંવાર હાથ નાંખવો પડતો હોય તેવા પરાધીન સુખને કોણ ઇચ્છે? જેની ચાવી પપ્પા તત્વઝરણું
SC