________________
છતાંય સુખનો અનુભવ થાય છે ને? કોઇ ઊઠાડે તો ઉઠવું ગમતું નથી ને? પદાર્થોના સંયોગ વિના ઊંઘથી મળતું સુખ તો સામાન્ય છે. મોક્ષમાં તો અસામાન્ય કોટિનું સુખ છે. ઊંઘ તો દર્શનાવરણીય કર્મના ઉદયથી છે, જ્યારે મોક્ષ તો સર્વ કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે.
આપણે ક્રોધી કરતાં ક્ષમાશીલ, કામી કરતાં નિર્વિકારી, ખાનારા કરતાં ઉપવાસી હોઇએ ત્યારે જે મસ્તી, પ્રસન્નતા વગેરેને અનુભવીએ છીએ તે આત્માનું સુખ છે. ભોજન, પંખો, ટી.વી., પત્ની વગેરેથી જીવોને જ સુખનો અનુભવ થાય પણ થાંભલા, મકાન વગેરે જડ-પદાર્થોને તેના વડે સુખનો અનુભવ કેમ ન થાય? આત્મામાં સુખ પડેલું છે, માટે આત્માને સુખનો અનુભવ થાય, થાંભલા વગેરે એકપણ જડપદાર્થમાં સુખ છે જ નહિ માટે તેને સુખનો અનુભવ ન થાય.
વિજ્ઞાને અણુ શોધ્યો. અણુ એટલે પદાર્થનો નાનામાં નાનો ભાગ, જૈનધર્મી તો કહે છે કે આ અણુના તો હજુ અનંતા નાના ટૂકડા થઇ શકે. જો કે હવે તો વિજ્ઞાન પણ ઇલેકટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગરે ઘણા નાના ભાગો સ્વીકારવા લાગ્યું છે.
વિજ્ઞાન પરિવર્તનશીલ છે. અંતિમ સત્ય રુપ નથી. તે સત્યાન્વેશી છે. ચડિયાતું બીજું સત્ય મળે તો પૂર્વનું સ્વીકારેલું સત્ય છોડી દે છે. જો તેમાં રાજકારણ ન પ્રવેશે તો આ સત્યાન્વેશી વિજ્ઞાને અંતમાં જૈનધર્મની તમામ વાતો સ્વીકારી લેવી પડશે.
જો કે હવે તો વિજ્ઞાનમાં ય રાજકારણ ઘૂસવા લાગ્યું છે. 'We never went to the moon' “અમે કયારે ય ચંદ્ર ઉપર ગયા નથી' પુસ્તક બહાર પડી ગયું છે. રશીયા કરતાં અમે જરા ય પાછળ નથી, તેવું વિશ્વને બતાડીને પોતાનો અહં સાચવવા અમેરિકાએ એપાલો-૧૧ ચંદ્ર ઉપર ગયું છે તેવો સ્ટંટ કર્યો હતો, તેમ હવે જાહેર થયું છે ! હવે આવા વિજ્ઞાનની વાતો શી રીતે સ્વીકારાય? વળી જે પરિવર્તનશીલ હોય, અંતિમ સત્યરુપ ન હોય તેની ઉપર આંધળીશ્રદ્ધા મૂકવી તે અંધશ્રદ્ધા ન કહેવાય?
G સર્વજ્ઞ ભગવંતોએ બતાડેલી તમામ વાતો આજે પણ સંપૂર્ણ સત્ય પૂરવાર થઇ રહી છે ત્યારે તેવા દેખતા ભગવાન ઉપર શ્રદ્ધા મૂકવી તે અંધશ્રદ્ધા નથી પણ સાચી શ્રદ્ધા છે. ભગવાને પ્રયોગો કરીને નહિ પણ યોગ દ્વારા જાણીને સત્ય જણાવ્યું છે. સાધનો વડે નહિ, સાધના વડે જોઇને જણાવ્યું છે. એક્ષપેરીમેન્ટ વડે નહિ એસ્પીરીયન્સ વડે જણાવ્યું છે. તેમાં શંકા શી રીતે કરાય?
| તત્વઝરણું
૦૪