________________
કોઇ ઇંજેકશન શોધ્યું છે ખરું કે જે લેનારને જીવતો રહેવા છતાં કદી ય ઘડપણ નહિ આવે તેની ખાતરી આપી શકાય. એવો કોઇ સેલાઇનનો બાટલો શોધ્યો છે કે જે લેનારને કયારે ય મોતના દુઃખનો અનુભવ કરવો નહિ પડે ! | શું હજુ સુધી આવી કોઇ ટેબ્લેટ, ઇંજેકશન કે બાટલા વિજ્ઞાને નથી શોધ્યા? એનો મતલબ તો એ થયો કે વિજ્ઞાન કોઇ એક વ્યક્તિના, માત્ર એક જ દુઃખને કાયમ માટે દૂર કરવા અસમર્થ છે. જો વાસ્તવિક્તા આ જ હોય તો દુઃખોને દૂર કરવા, સુખને મેળવવા તેના શરણે શી રીતે જવાય ? e કોઇનું પણ ખંડન ત્યારે જ કરી શકાય, જયારે આપણી પાસે તેનો ઓપ્શન (વિકલ્પ) હોય. વિજ્ઞાનની સામે ધર્મ છે. જે ગેરંટી આપવા તૈયાર છે. આજ સુધીમાં આ ધર્મે માત્ર એક જ વ્યક્િતના નહિ, અનંત વ્યક્િતઓના, માત્ર એક જ દુઃખને નહિ પણ તમામે તમામ દુઃખોને, થોડા સમય માટે નહિ પણ કાયમ માટે દૂર કરવાની ગેરંટી આપી છે. અનંતા આત્માઓને મોક્ષે પહોંચાડ્યા છે, જ્યાં તેમણે કદીય ભૂખ, તરસ, ઠંડી, ગરમી, રોગ, ઘડપણ કે મોતનું દુઃખ સહન કરવાનું નથી ! - આમ સુખ મેળવવા વિજ્ઞાનના નહિ, ધર્મના શરણે જવું જરૂરી છે. સુખ વિજ્ઞાને શોધેલા સાધનોમાં નહિ પણ ધર્મે બતાડેલી સાધનામાં છે. સાધના પાછળ પાગલ બનવાનું છોડીને હવે ધર્મસાધનામાં લીન બનવું જરુરી છે.
પેલી ડોસીમાની વાત તો ખબર છે ને? ઝુંપડીમાં સોય પડી ગઇ. શોધી પણ ન મળી. અંધારું ખૂબ હતું. તેને થયું કે ખોવાયેલી વસ્તુ અજવાળામાં મળે, અંધારામાં ન મળે. માટે બહાર રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળામાં શોધવા લાગ્યા. ન મળી. કેટલાક યુવાનિયાઓ શોધવામાં મદદ કરવા લાગ્યા. તો ય ના મળી. ડોસીમાને પૂછ્યું કે, ‘તમે કઇ જગ્યાએ બેઠા હતા ત્યારે સોય પડી ગઇ? ડોસીમા કહે, ‘હું ઝુંપડીમાં હતીત્યારે સોચ પડી ગઇ હતી. યુવાનિયાઓ કહે,
તો ડોસીમા, ઝૂંપડીમાં શોધો, અહીં ન શોધાય. કારણ કે સોય જ્યાં પડી હોય ત્યાં શોધો તો મળે. જ્યાં પડી જ ન હોય ત્યાં શોધો તો કેવી રીતે મળે? હા! જો ત્યાં અંધારું હોય તો વધારે વાર લાગે. અજવાળું હોય તો જલદી મળે; તે વાત જુદી.”
બસ, આ જ વાત સુખ માટે છે. તમે ડોસીમા જેવા ન બનો. સુખ આત્મામાં પડ્યું છે, તેથી ત્યાં શોધશો તો મળશે. પણ સ્ટ્રીટ લાઇટના અજવાળા જેવી સાધનસામગ્રીમાં સુખ છે જ નહિ, પછી ત્યાં ગમે તેટલું શોધો તો શી રીતે મળે? ડોસીમાને હજુ પણ સોય મળી નથી, તમને ત્યાં સુખ મળશે ? ને વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.' તત્વઝરણું |
૦૧