________________
છે. જ્યારે આત્માનો કાળ પાકે ત્યારે ભવ્ય આત્માઓનો ચરમાવર્તકાળમાં પ્રવેશ
થઇ જાય.
નદીના પ્રવાહમાં અથડાતો-કુટાતો દસકોણીયો પથ્થર પણ વગર ઇચ્છાએ અને વગર પુરુષાર્થે, સમય પસાર થતાં લીસોલસ ગોળ બની જાય છે, તેમ મોક્ષે જનારો ભવ્ય આત્મા પણ સંસારના અનેકભવોમાં જાતજાતનું સહન કરતાં, કાળ પાકતાં, વગર ઇચ્છાએ અને વગર પ્રયત્ને ચરમાવર્તમાં પ્રવેશી જાય છે.
ચરમાવર્તકાળમાં પ્રવેશ થતાં હવે તેને ધર્મ, મોક્ષ તથા તેની સાથે સંબંધ ધરાવતાં પદાર્થો પણ હૃદયથી ગમવા લાગે છે. જો આપણને પણ હૃદયથી આ બધું ગમતું હોય તો આપણો પણ ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો હશે, એમ માનવું. આપણા માટે આ કેટલી બધી આનંદની વાત છે !
પાપી, પાપી કરીને જાતને એટલી બધી ન ધિક્કારો કે જેથી હતાશ અને નિરાશ થઇ જવાય. ના, વારંવાર રડ રડ કરવાની જરુર નથી પણ જે વિકાસ સાધ્યો છે, તેના આલંબને વધુ વિકાસ સાધવાનો ઉલ્લાસ પેદા કરવાનો છે. અનંતા કુંડાળા ભમવાની શકયતા હતી, તેના બદલે જયારે ખબર પડે કે હવે વધુમાં વધુ માત્ર એક જ કુંડાળું ભમવાનું બાકી છે, તેનાથી વધારે તો નહિ જ, ત્યારે આપણો ઉલ્લાસ વધી જાય, “શું વાત છે ? મારો આટલો બધો સંસાર કપાઇ ગયો ! બસ ! હવે વધુમાં વધુ પણ માત્ર એક જ પુદ્ગલ પરાવર્તકાળ બાકી. તો તો હવે વધુ સાધના કરું. થોડો પુરુષાર્થ વધારી દઉં. જેથી જલ્દીથી મોક્ષે પહોંચી જાઉં.'' આવા ભાવો ઉભરાય.
=
=
જયારે અડધા પુદ્ગલ પરાવર્તકાળથી વધારે સંસારમાં ભમવાનું બાકી ન હોય ત્યારે તે જીવ છેલ્લા અડધા કુંડાળામાં આગળ વધતો હોવાથી અર્ધચરમાવર્તકાળમાં છે, તેમ કહેવાય. અર્ધ- અડધું, ચરમ છેલ્લું, આવર્ત કુંડાળું. અહીં તત્ત્વજ્ઞાન જેવા શુષ્ક વિષયની લગભગ વાર્તા વિનાની પ્રવચનમાળામાં, પાણી ભરવું,રસોઇ કરવી,છોકરાઓને સ્કૂલ-ટયુશન મોકલવા વગેરે કાર્યોને એડજસ્ટ કરીને, વહેલા ઉઠીને પણ તમે બધા વહેલી સવારે સાડા છ વાગે, દોડતા દોડતા આવો છે, તેના ઉપરથી અનુમાન કરી શકાય કે આપણા બધાનો ચરમાવર્તકાળમાં તો પ્રવેશ થઇ ગયો છે, પણ અર્ધચરમાવર્તકાળમાં પ્રવેશ થયો છે કે નહિ? તે તો વ્યક્તિગત રીતે પોતાની જાતને તપાસીએ તો ખબર પડે. મને તો મારી જાત માટે પણ શંકા છે. બહારથી
તત્વઝરણું
SIM
- ૫૦