________________
સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧૦ શનિવાર. તા. ૧૦-૮-૦૨,
નિયતિ પાકી એટલે આપણે અવ્યવહારરાશીમાંથી બહાર નીકળીને વ્યવહારરાશીમાં આવ્યા. સ્વભાવથી આપણો આત્મા ભવ્ય છે. અચરમાવર્તકાળના અનંતા પુદગલ પરાવર્તકાળ આપણા પસાર થઇ ગયા પછી કાળ પાડ્યો એટલે આપણો ચરમાવર્તમાં પ્રવેશ થયો. અત્યારે આપણને સંસાર અને મોક્ષ બંને ગમે છે. પરંતુ તેથી સંતોષ માનીને સી જવાનું નથી. બસ ! હવે તો એક પુગલ પરાવર્તકાળથી વધારે સંસારમાં ભટકવાનું નથી, તેથી ખાઇ-પીને આરામ કરો એવું નહિ વિચારવાનું પણ બાકીના અડધીયામાં પહોંચવાનો પુરુષાર્થ કરવો. અર્ધચરમાવર્તકાળમાં આપણો પ્રવેશ થઇ જવો જોઇએ.
જેને મોક્ષ જ ગમે, સંસાર ન જ ગમે; મોક્ષ સંબંધિત પદાર્થો જ ગમે - સંસાર સંબંધિત પદાર્થો ન જ ગમે તેનો છેલ્લા અર્ધચરમાવર્તકાળમાં પ્રવેશ થયો હોય તેમ માની શકાય. “પહેલાં ભગવાન, પછી જ આખી દુનિયા', એવી મનઃસ્થિતિ થવી જોઇએ.
શ્રીપાળ અને મયણાનો પ્રસંગ જાણીએ છીએ ને ? લગ્ન પછી રાત્રિએ શ્રીપાળે પૂછયું : “કાલે સવારે શું કરીશું ?' ત્યારે મયણાએ એમ ન કહ્યું કે, પહેલા વૈદરાજ પાસે દવા લઇને કોઢ મટાડીયે, મામાને ત્યાં આશરો લઇએ કે બહેનપણીના ઘરે વસીએ.' ના, તેનો જવાબ હતો કે, “કાલે સવારે સૌ પ્રથમ ભગવાન ગઢષભદેવના દર્શનાદિ કરીશું.” મયણા-શ્રીપાળને મન પહેલાં ભગવાન હતા, પછી બધું હતું; આપણી શી હાલત?
માંદા પડીએ તો પહેલાં ડોક્ટર કે પહેલાં ભગવાન?' “ઝઘડો થયો તો પહેલાં વકીલ કે પહેલાં ભગવાન?' જાતને તપાસીએ પણ તે વખતે જાતને જરાય ન છેતરીએ. આપણે ભગવાન અને ગુરુનો નંબર સૌથી છેલો નથી રાખ્યો ને?
માંદા પડીએ તો પહેલા ડોક્ટર પાસે જઇએ, પછી જ્યારે ડોક્ટર બધી આશા મૂકી દે ત્યારે ગુરુમહારાજને બોલાવીએ, બરોબર ને? ડોક્ટર જીવાડનારા અને ગુરુમહારાજ મારનારા, કેમ?
જ્યારે દર્દી ભાનમાં ન હોય, સાંભળવાના કે સમજવાના હોંશકોશ ન હોય ત્યારે મહારાજને બોલાવીને કહો કે પુણ્ય-પ્રકાશનું સ્તવન સંભળાવો તો સાંભળશે કોણ? અને ભૂલેચૂકે જે સજાગ અવસ્થામાં લઇ જાઓ તો દર્દી કહે કે, ‘અરે ! મહારાજને હમણાં કેમ લાવ્યા? હજુ તો હું ઘણું જીવવાનો છું !' તો શું તત્વઝરણું
૬૧