________________
કોઇને પણ દીક્ષા નહિ અપાય. પરિણામે મોક્ષના માર્ગનો ઉચ્છેદ થઇ જશે. માટે ભાવ થાય તો જ દીક્ષા અપાય તે વાત બરોબર નથી.
મોક્ષ માર્ગમાં પ્રવેશ કરાવવા માટે ધીરબુદ્ધિવાળા મહાપુરુષો તો મિથ્યાત્વી જીવોને પણ દ્રવ્ય સમકિતનું આરોપણ કરીને મહાવતો = દીક્ષા આપે છે. અત્યારસુધીમાં દ્રવ્યથી સાધુવેશ સ્વીકારીને, ગુરુપારત-૫ ગુણ કેળવીને ધીમે ધીમે વીલ્લાસ વધારતા અનંતા આત્માઓ મોક્ષ પામી ગયા છે. તેમણે કાંઇ ભાવથી દીક્ષા નહોતી લીધી. તેથી ભાવ હોય તો જ દીક્ષા અપાય, નહિ તો ના અપાય તે વાત બરોબર નથી.
સામેનામાં દીક્ષા લેવાની યોગ્યતા છે કે નહિ? તે નક્કી કરવાનું બેરોમીટર ભાવને ગણી શકાય નહિ કારણકે સામેનાના આંતરિકભાવો આપણા જેવા છપ્રસ્થજીવો કદી જાણી શકે નહિ. હકીકતમાં તો સંસારની નગુણતા (અસારતા) ને જાણીને જે પાંચ મહાવ્રતોનું પાલન કરવાને સમર્થ બન્યો હોય તેવો ધીર આત્મા દીક્ષા માટે યોગ્ય છે.
આમ, દીક્ષા માટેની લાયકાત ભાવ નહિ પણ વૈરાગ્ય છે. વય કે જ્ઞાન ઓછું હોય તો હજ ચાલે પણ વૈરાગ્ય ઓછો હોય તો ન ચાલે. સંસારના જડપદાર્થો પ્રત્યેનો વૈરાગ્ય જોરદાર જોઇએ. પાપો પ્રત્યે તિરસ્કાર જોઇએ. જીવા માત્ર પ્રત્યે સત્કાર જોઇએ. પરમાત્મા તથા પરમાત્માના વચનો પ્રત્યે ઉછળતો. બહુમાનભાવ જોઇએ. ગુરુ પ્રત્યે સમર્પણભાવ જોઇએ. તેવા આત્માની દીક્ષા સફળ થયા વિના પ્રાયઃ ન રહે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકુકડમ્.
નો ચે ભાવાપરિજ્ઞાનાતુ, સિદ્ભયસિદ્ધિપરાહતે: | દીક્ષાદાનેન ભવ્યાનાં, માર્ગોચ્છેદ: પ્રસયતે ||
અતો માર્ગપ્રવેશાય, વ્રત મિથ્યાદેશામપિ . દ્રવ્ય સમ્યકત્વમારોય, દદતે ધીરબુદ્ધય: ILL
ગુર્વાજ્ઞાપારતચૅણ, દ્રવ્યદીક્ષાગ્રહાદપિ || વીર્ષોલ્લાસક્રમાત્માપ્તા બહવ: પરમ પદમ્ ||
યો બુદ્ધુવા ભવનૈગુણ્ય, ધીર: સ્યાદ્ વ્રતપાલને | સ યોગ્યો ભાવભેદસ્તુ, દુર્લક્ષ્યો નોપયુજ્યતે ||
તત્વઝરણું
૬૦.