________________
ટૂંકમાં જે આત્મા સંસારમાં રહે તો પણ રમે તો નહિ જ, તે અર્ધચરમાવર્તી. સંસાર સાથે એટેચમેન્ટ હોવા છતાં ય તેનું તેમાં ઇનવોલ્ટમેન્ટ ન હોય. જેમ હોડી પાણીમાં હોય છતાં હોડીમાં પાણી ન જવું જોઇએ, તેમ તે સંસારમાં હોવા છતાં તેનામાં સંસાર ન હોય.
સંસારનું સુખ ભોગવે તો પણ તેમાં તેને ત્રાસ હોય. અંદરથી તે અળગો રહેતો હોય. કદાચ રાત્રે ખાતો હોય, હોટલમાં જમતો હોય તોય તે વખતે અંદરથી રડતો હોય. જો આપણી અંદરથી આવી સ્થિતિ હોય તો અર્ધચરમાવર્તમાં પ્રવેશ થયો હશે તેમ માની શકાય.
રહેવું અને ગમવું, એ જુદી ચીજ છે. જે સંસારમાં રહે તેને સંસાર ગમતો જ હોય, તેવું ન કહી શકાય. રહેવું પડતું હોય માટે રહે, પણ અંદર તો અણગમો હોય. ( પેંડા ગૃહસ્થ ખાય કે સાધુ ખાય; બંનેને ગળ્યા જ લાગે. કોઇને કડવા ના લાગે; પણ સાધુને તે પેંડા ખાવા ગમે નહિ. તે પેંડાના સ્વાદને સારો કે ગમાડવા જેવો તો ન જ માને.
તમામ સમકિતી આત્માઓનો સંસાર અર્ધચરમાવર્તકાળથી વધારે ન જ હોય. સમકિતી આત્મા પૈસા કમાય પણ તેને સારા ન માને. ઘરવાળી સાથે રહે છતાં તેને ગમે તો ગુજ. કયારે અનુકૂળતા આવે અને ક્યારે આ સંસાર છોડીને સંયમ સ્વીકારું? તેવી વિચારધારા તેની ચાલતી હોય. સંયમ લેવા તે તલસતો હોય.
કેટલાક આત્માઓ, દુઃખોથી ત્રાસી-કંટાળીને દીક્ષા લે, તેવું બને છે. તેઓ દુઃખગર્ભિતવૈરાગ્યવાળા કહેવાય. ભલે તે રીતે દીક્ષા લીધી. પછીથી ગુરુના ઉપદેશ વગેરે દ્વારા તે દુઃખગર્ભિતવૈરાગ્ય પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં ટ્રાન્સફર થઇ જશે.
ભાવ જાગે તો દીક્ષા લઇશું તેવું ઘણા બોલે છે ને? શું આ વાત બરોબર છે? ભાવ જાગે તો જ દુકાને જાઓ? ભાવ જાગે તો જ ભોજન કરો? ભાવ જાગ્યા વિના સંસારમાં તમે કયારેય કાંઇ ન કરો? - મહોપાધ્યાય યશોવિજયજીએ અધ્યાત્મસારગ્રંથમાં કહ્યું છે કે, જો ભાવ હોય તો જ દીક્ષા અપાય અને ભાવ ન હોય તો દીક્ષા ન અપાય એવું કહેશો તો કોઇ ભવ્ય જીવને કદી ય દીક્ષા નહિ અપાય. જેને ભાવ હોય તેને દીક્ષાનો વેશ આપવાની શી જરુર? દીક્ષાવેશ વિના પણ તે અંદરથી તો સાધુ જ છે ને? અને જેને ભાવ નથી તેને તો દીક્ષા આપવાની તમે જ ના પાડો છો. આમ
તત્વઝરણું
-
૫૯