________________
આપનારું નથી. તેથી નસીબમાં હોય તો દીક્ષા મળે, તે વાત કેવી રીતે બરોબર ગણાય?
હકીકતમાં તો દીક્ષા કર્મના ઉદયથી નહિ પણ પુરુષાર્થથી મળે. દીક્ષા અપાવનારું કોઇ કર્મ નથી પણ દીક્ષા લેતાં અટકાવનારું કર્મ છે. જો સમ્યક્ પુરુષાર્થ કરીએ તો તે કર્મ દૂર થઇ જાય. પરિણામે દીક્ષા મળી જાય. દીક્ષા લેતાં અટકાવનારા આ કર્મનું નામ ચારિત્ર-મોહનીય કર્મ છે. તેને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો છે.
કર્મ તો જડ છે. આત્મા ચેતન છે. જડ કરતાં ચેતન (આત્મા) ની શક્તિ વધારે છે. તે પુરુષાર્થ કરે તો કર્મોએ દૂર હટી જવું પડે. નિકાચિત કર્મોની વાત જવા દો. નિકાચિત એટલે ફેરફાર ન થઇ શકે તેવા કર્મો. પુરુષાર્થ કરવા છતાંય તે કર્મો દૂર ન થાય પણ અનિકાચિત કર્મો તો પુરુષાર્થથી દૂર થઇ શકે. સામાન્યથી એક લાખ કર્મોમાં માંડ એકાદ કર્મ નિકાચિત હોય, બાકીના બધા અનિકાચિત હોય. માટે જો પુરુષાર્થ કરો તો દીક્ષા અટકાવનારું કર્મ પણ દૂર થઇ શકે ખરું. પુરુષાર્થ કરી તો જુઓ.
યો ફેરફાર
ભાણામાં પીરસ્યું પણ અદબ વાળીને બેસો તો પેટ ભરાય? કોણ અટકાવે છે? કર્મ? જરા કોળીયો મોઢામાં મૂકવાનો પુરુષાર્થ કરો. કર્મ દૂર થઇ જશે. પેટ ભરાશે. બરોબર ને? ત્યાં કોળીયો મૂકવાનો પુરુષાર્થ કરવાના બદલે બોલો કે, ‘નસીબમાં હશે તો પેટ ભરાશે' તો ચાલશે?
કોળીયો મોઢામાં ન મૂક્યો ત્યાં સુધી ભોગાન્તરાય કર્મનો ઉદય હતો. મોઢામાં મૂકવાના પુરુષાર્થે તે કર્મના ઉદયને દૂર કર્યો. પેટ ભરાયું. કયારેક જ કોઇને એવું બને કે કોળીયો જ્યાં મૂકવા જાય ત્યાં જ કોઇ ઝેરની શંકા કરે. કોળીયો અટકી જાય. અહીં કર્મ દૂર ન થયું. પણ આવું ક્યારેક જ બને.
૨૨ વર્ષનો દીકરો આખો દિવસ નોકરી-ધંધાના બદલે ઘરે બેસી રહે તો શું કરો? કાંઇ કહો તો તે જવાબ આપે કે, “શું કરું? મારા કર્મનો ઉદય છે. નસીબમાં હશે તો મળશે,'' તો ચલાવી લો કે તેને કમાવા માટે મહેનત કરવાની કહો? તો દીક્ષા માટે એવું કેવી રીતે બોલાય કે નસીબમાં હશે તો મળશે? ના હવે તેવું નહિ બોલવાનું પણ દીક્ષા લેવાનો પુરુષાર્થ કરવાનો.
દીક્ષા લેવા અને પાળવા, જ્ઞાન નહિ પણ વૈરાગ્યની જરુર છે. શારીરિક બળની નહિ પણ માનસિકબળ - ધીરતાની જરુર છે. ધર્મારાધના પણ વીલપાવરથી થાય. એકાસણું પણ નહિ કરી શકનારા, મનોબળથી માસક્ષમણ કરી દે છે. તે જ રીતે દીક્ષાપાલન માટે વ્રતપાલનની ધીરતા જોઇએ. તેવા
તત્વઝરણું
1993