________________
પુદ્ગલપરાવર્તકાળ સંસારમાં પસાર કરી દીધા છે. આપણે અવ્યવહાર રાશીમાંથી બહાર નીકળીને માનવભવ સુધી આવી ગયા છીએ તેથી નક્કી થાય છે કે આપણે જાતિભવ્ય તો નથી જ. વળી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી છે, માટે અભવ્ય પણ નથી જ. તો હવે પ્રશ્ન એ પેદા થાય કે આપણો ચરમાવર્તકાળમાં પ્રવેશ થયો હશે કે નહિ? મોક્ષે જવાની હવે કેટલીવાર છે? તેની આપણને કેવી રીતે ખબર પડે?
સામાયિક,પ્રતિક્રમણ, વીસસ્થાનક વગેરે તપ-જપ, સાધુપણું કે ઉપધાનાદિ આરાધનાઓ આનું બેરોમીટર નથી. આનું બેરોમીટર તો આત્માની આંતરિકસ્થિતિ છે. અંદરની રાગ-દ્વેષની પરિણતિ ઉપર મોટો આધાર છે. આત્માનું વલણ કેવું છે.તેના આધારે આપણે આપણી જાત માટે નક્કી કરી શકીએ. પણ તે વખતે જાતને છેતરવાની નહિ. કયારેક ખરાબ પ્રવૃત્તિ કરવા છતાં અંદરથી આત્મા રડતો હોય તેવું બને તો કયારેક માનપાન કે ખાનપાન માટે બાહુ સારી પ્રવૃત્તિ થતી હોય પણ અંદર આત્માને કાંઇ સ્પર્શતું ન હોય, તેવું પણ બને.
આ તત્ત્વજ્ઞાનની પ્રવચનમાળામાં આપણે માત્ર બાહ્ય પ્રવૃત્તિઓના આધારે જ નહિ,પણ સાથે સાથે આંતરિક પરિણતિના આધારે બધી વિચારણા કરવાની છે. મન-વચન અને કાયાની પ્રવૃત્તિ જુદી હોય અને આત્માનું વલણ તે કરતાં સાવ જુદું હોય તેવું પણ બને. ભાવમન અને આત્મા એક છે પણ દ્રવ્ય મન અને આત્મા જુદા છે. મન અને આત્મા વચ્ચે કયારેક યુદ્ધ થતું અનુભવ્યું હશે. ખોટું કામ કરવા મન ઝંખતું હોય પણ આત્મા તેને અટકાવતો હોય. કયારેક તેમાં મનની જીત થાય તો કયારેક આત્માની જીત થાય. આપણે અહીં મન-વચન કે કાયાની પ્રવૃત્તિઓ દ્વારા નહિ, પણ આત્માના વલણ દ્વારા જાતનો નિર્ણય કરવાનો છે કે આપણા આત્માનો ચરમાવર્તકાળમાં પ્રવેશ થયો હશે કે નહિ?
સ્કૂલ રીતે એમ કહી શકાય કે, જેને સંસાર જ ગમે, મોક્ષ ન જ ગમે તે આત્મા અચરમાવર્તકાળમાં હોય. તેને ઘરવાળી જ ગમે, ગુરુદેવ ન જ ગમે; તેને પૈસા ગણવા જ ગમે, નવકાર ગણવા ન જ ગમે. તેને હોટલ, સીનેમા, બગીચા જ ગમે, આયંબીલખાતા, દેરાસર, ઉપાશ્રય ન જ ગમે. e દેરાસર જાય, ગુરુદેવને વાંદે, આયંબીલ કરે,નવકાર ગણે પણ અંદરથી ગમે તો નહિ જ. અહીં, વ્યક્તિ શું કરે છે? શું બોલે છે? શું વિચારે છે? તેની સાથે સંબંધ નથી પણ તેના આત્માનો ઝોક, વલણ, ટ્રેન્ડ શું છે? તે મહત્ત્વનું છે. તેના આધારે નક્કી કરવાનું છે.(બાળજીવોને સમજાવવા જાડીભાષામાં રજૂ કરેલું આ લક્ષણ છે.)
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું . અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું
- ૫૫