________________
આચાર્યને સ્વપ્નમાં ૫૦૦ હાથીના ટોળાની વચ્ચે એક ઊંટ આવતું દેખાયું. સવારે તેમણે શિષ્યોને કહ્યું કે આજે ૫૦૦ ઉત્તમસાધુઓ આવશે પણ તેના ગુરુ ઊંટ જેવા હશે. બધા આવ્યા. દિવસની રહેણીકરણી દ્વારા સ્વપ્નની વાત સાચી જણાવા લાગી. સ્થાનિક આચાર્યે આવેલા ગીતાર્થશિષ્યોને જણાવ્યું કે,‘આ ગુરુની નિશ્રામાં રહેશો તો તમારું આત્મકલ્યાણ જોખમમાં છે. આમની સાથે ન રહેવાય. ખાતરી કરવી છે ? રાત્રે માઝું કરવા ઊઠે તો તેમને જાતે પરઠવવા જવા દેવા. પછી, શું થાય છે તે જોજો !’’
-
રાત્રે જ્યાં માથું વગેરે પરઠવવાના હોય તે જગ્યાએ કીડીના નગરા, વનસ્પતિ વગેરે નથી ને? તે સાંજે પ્રતિક્રમણ પહેલાં જોવાનું હોય. તે રીતે વસતિ જોવાઇ ગઇ. પ્રતિક્રમણ શરુ થયું. સૂચના મુજબ પીઢ શ્રાવકોએ રસ્તામાં કોલસી પાથરી. રાત્રે કોઇ શિષ્ય ન ઊઠતાં આચાર્ય જાતે માઝું પરઠવવા જવા લાગ્યા. કોલસી ઉપર પગ પડતાં કીચૂડ કીચૂડ અવાજ આવવા લાગ્યો. તે સાંભળીને તેઓ બોલ્યા, ‘અરે! અરિહંતના જીવડા! તમે અહીંયા ય ભરાયા છો! લો મરોમરો.' વગેરે.... શિષ્યોએ પોતાના કાને જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને સમજાઇ ગયું કે તેમના ગુરુને ભગવાનના વચનો ઉપર જરા ય શ્રદ્ધા નથી. તેઓ હૃદયના નિષ્ઠુર છે. તેમણે તે ગુરુને છોડી દીધા. કોલસી = અંગારાનું મર્દન કરતાં ચાલ્યા માટે તેઓ અંગારમર્દક તરીકે ઓળખાયા. તેમનું જીવન સમાજની હાજરીમાં જુદું અને એકાંતમાં આપણે આવા ન બનવું.
૩૬ હતું. ીકે ઓ
સાતમા અભવ્ય તરીકે પરમાત્મા મહાવીરદેવ ઉપર ભયાનક ઉપસર્ગ કરનારા સંગમદેવનું નામ આવે છે. તે નિષ્ઠુર હતો. તેણે ભગવાનને પણ છોડયા નહિ. એક રાતમાં ભયાનક ૨૦-૨૦ ઉપસર્ગો કર્યા પછી પણ તે ન અટકયો. છ-છ મહીના સુધી ગોચરી દોષિત કરી. ભગવાન વાપરવાની ઇચ્છાથી વહોરાવા જતા હતા ત્યારે તેમના મુખ ઉપર જેટલી પ્રસન્નતા હતી, તેના કરતાં અનંતગણી વધારે પ્રસન્નતા ગોચરી વાપર્યા વિના પાછા ફરતી વખતે હતી. સંગમ જ્યારે પાછો ફર્યો ત્યારે કરુણાના મહાસાગર પરમાત્માની આંખમાં આંસુ આવી ગયા. ‘વિશ્વ તિતારયિષવો વયમસ્ય સંસારકારણમ્ । સમગ્ર વિશ્વને તારવાની ભાવનાવાળા અમે આના સંસારમાં નિમિત્ત બની ગયા.
'
ભગવાન કાંઇ ફરીથી તે જ ઘરે પાછા જાય ? પણ લાગે છે કે ભગવાનની કરુણા એવી હતી કે તેમનાથી ચંદનબાળાના આંસુ જોવાયા નહિ. તેઓ પાછા ફર્યા નહિ. પણ ઉભરાતી કરુણાથી તેમનાથી પાછા ફરાઇ ગયું !
જે ભગવાન સાધુઓને જણાવવાના છે કે વહોરેલી વસ્તુ ગૃહસ્થને પાછી તત્વઝરણું
૫૧