________________
જયણામાં મોક્ષનું લક્ષ છે, માટે જયણા ધર્મ છે. એક પાપમાં બીજું પાપ, બીજામાં ત્રીજું, આ રીતે પાપોની પરંપરા ચાલે તો મોક્ષ શી રીતે મળે ? આ પાપોની પરંપરા અટકાવવાનો અકસીર ઇલાજ છે જયણા. તે પાપનો અનુબંધ પડવા દેતી નથી. નવું પાપ બાંધવા દેતી નથી.
શાંબની ભાવવંદના જયણાપૂર્વકની હતી. પાલક કઠોર હતો, માટે તે અભવ્ય હતો. જીવહિંસા ન થાય તેનો ઉપયોગ પણ જોઇએ. પાલક દોડતો દોડતો ગયો તેનો મતલબ કે જીવો મરે તેમાં તેને વાંધો ન હતો. શાંબ ન ગયો તેમાં જીવહિંસા ન કરવાનો તેનો ઉપયોગ તે ધર્મ હતો.
ઉપયોગ એ ધર્મ છે. બોલતી વખતે મુહપત્તિ તો જોઇએ જ. અમારો ઉપયોગ ન રહેતો હોય તો તે અમારી નબળાઇ છે. મુહપત્તિના ઉપયોગ વિના કલ્પસૂત્રના વચનો બોલાય તો તે સાવધ છે. મુહપત્તિના ઉપયોગ સહિત બોલાય તો તે નિરવધ વચન કહેવાય. મુહપત્તિ મોઢે બાંધી રાખવામાં ઉપયોગ ન રહે. તે જ રીતે કમરે કે સાથળ ઉપર પડી રાખવામાં ય ઉપયોગ ન રહે. બે ય ખોટું. જયારે બોલવું હોય ત્યારે મુહપત્તિ મોઢા પાસે લાવવાનો ઉપયોગ રાખવો તે ધર્મ.
રોજ ૧૪ નિયમો ધારવાથી પુષ્કળ પાપકર્મો બંધાતા અટકી જાય છે તેનું કારણ આ ઉપયોગ ધર્મ છે. ધાર્યાં કરતાં દ્રવ્યો વગેરે વધી ન જાય તેનો ઉપયોગ રાખવો પડે. ધારવા-સંક્ષેપવાનો ઉપયોગ રાખવો પડે. તે ઉપયોગ પોતે ધર્મ છે. ઉપયોગ વિનાની ક્રિયા આ અપેક્ષાએ ધર્મ ન બને.
બીજો પાલક મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં થયો. સ્કંદકસૂરિજીએ વિહારની રજા માંગી. ભગવાન મૌન રહ્યા. તેમણે પૂછ્યું, ‘ભગવાન ! ત્યાં જઇશું તો આરાધક થઇશું કે વિરાધક ? ભગવાને કહ્યું, ‘તારા ૫૦૦ શિષ્યો આરાધક થશે પણ તું વિરાધક થઇશ.' છતાં ગયા.
છોકરો કપ-રકાબી ફોડે ત્યારે લાફો મારવો તે યોગ્ય છે ? ગુસ્સો કરવાથી આપણી જાત કઠોર અને નઠોર બને તેનું શું ? ગુસ્સો કરવાથી છોકરો તો સુધરશે કે નહિ ? તે ખબર નથી પણ આપણા ક્ષમા નામના ગુણની હિંસા થશે તે નક્કી છે. માટે ગુસ્સો, અહંકાર વગેરે દોષો ન સેવાય. પોતાના આત્માના કલ્યાણની વાત આવે ત્યારે તો સ્વાર્થી જ બનવાનું હોય.
નમુચીએ આચાર્યને પકડ્યા. પોતાના સેવક પાલક પાસે બધા સાધુઓને ઘાણીમાં પીલવાનું શરુ કરાવ્યું. સ્કંદકસૂરિજી તો જ્ઞાનના દરિયા હતા. બધા સાધુઓને નિર્ધામણા કરાવે છે. શરીર અને આત્મા જુદો છે. શરીર પીલાય છે,
તત્વઝરણું
४७