________________
સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૨ શનિવાર. તા. ૧૦-૦૮-૦૨
સમગ્ર ચૌદરાજલોકમાં નિગોદના અસંખ્યાતા ગોળાઓ છે. દરેક ગોળામાં અસંખ્યાતી અસંખ્યાતી નિગોદો (શરીરો) છે. દરેક શરીર (નિગોદ)માં અનંતાઅનંતા આત્માઓ છે.
જાતિભવ્ય આત્મા તો નિગોદમાંથી બહાર જ નીકળી શકતો ન હોવાથી તેનો ભૌતિક કે આધ્યાત્મિક વિકાસ શક્ય નથી. અભવ્ય આત્માઓ વધુમાં વધુ નવમાત્રૈવેયક (દેવલોક) સુધીનો ભૌતિક વિકાસ સાધી શકે.
આપણી ઉપર વૈમાનિક દેવલોક આવેલો છે. તેના બાર દેવલોકની ઉપર નવગૈવેયક છે. તેની ઉપર પાંચ અનુત્તરવિમાનો છે, જેમાં સૌથી વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન છે. તેની ઉપર સિદ્ધશીલા એટલે કે મોક્ષ છે. જેમ જેમ ઉપર જઇએ, તેમ-તેમ સુખ-સમૃદ્ધિ વધતાં જાય છે. અભવ્ય આત્માઓ નવગૈવેયક સુધી જઇ શકે પણ તેની થોડે ઉપર રહેલાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં કદી ય ન જઇ શકે, જયારે ભવ્ય આત્માઓ સર્વાર્થસિદ્ધ વિમાન સુધીનો ભૌતિકવિકાસ સાધી શકે છે.
અભવ્ય આત્માઓ મિથ્યાત્વ છોડીને કદીય સમકિત પામી ન શકે તો મોક્ષ તો શી રીતે પામી શકે ? ભવ્ય આત્માઓ સમકિતી, સર્વવિરતિધર અને સિદ્ધ બનવા સુધીનો ટોચકક્ષાનો આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે.
સાચો સાધુ મોક્ષ સુધી જઇ શકે. વેશનો સાધુ નવમા ત્રૈવેયક સુધી જઇ શકે. શ્રાવક-શ્રાવિકા બારમા દેવલોક સુધી જઇ શકે. તિર્યંચો વધુમાં વધુ આઠમા દેવલોક સુધી જઇ શકે.
બાર વ્રતધારી ચુસ્ત શ્રાવક બારમા દેવલોકથી ઉપર ન જઇ શકે, જયારે મિથ્યાત્વી અભવ્ય આત્મા, વેશધારી સાધુ બનીને, બાર દેવલોકની ઉપર નવમા ત્રૈવેયક સુધી જઇ શકે, તેમાં સાધુવેશનો પ્રભાવ કારણ છે. વેશના સાધુપણાની તાકાત પણ અજબ ગજબની છે.
સાધુવેશ પહેરતાંની સાથે જ જીવદયાનું પાલન, ગુરુસેવા અને બ્રહ્મચર્ય સહજ રીતે શક્ય બને છે. આ લાભ પણ ઓછો નથી. તમે અમને પાણી વહોરાવી શકો પણ પાણી ભરેલી પાતરી અમારા મોઢે લગાડી શકો? ના, સાધુવેશ આવે પછી જ તમે પાણી વપરાવી શકો. ગુરુની ઉચ્ચકક્ષાની સેવા સાધુવેશ સ્વીકાર્યા વિના શકય નથી.
ગર્ભથી ત્રણ-ત્રણ જ્ઞાનના સ્વામી પરમાત્મા પણ જયાં સુધી સાધુ-વેશ ધારણ ન કરે ત્યાં સુધી ચોથું મન:પર્યવજ્ઞાન ન પામી શકે. જ્યારે દીક્ષા લે - ૪૨
તત્વઝરણું