________________
છે. માટે સામેની વ્યક્િત પાસેથી ખુલાસો મેળવ્યા વિના કદી ય કોઇના ઉપર કોઇપણ પ્રકારનો આક્ષેપ કરવા જેવો નથી.)
કપિલાને પૂછતાં તેણે કહ્યું, “ના, મેં ક્યાં વહોરાવ્યું છે, મારા ચમચાએ વહોરાવ્યું છે !” કપિલા અભવ્ય હતી, માટે તેને વહોરાવવાનો ભાવ જ ન થયો. ગુરુભગવંતને ગોચરી-પાણી વહોરાવવાનો લાભ કેટલો બધો? તેનાથી નરક અટકી જાય ! હવે કદી ય ગુરુજીને ગોચરી વહોરવા પધારવાની વિનંતી કર્યા વિનાનો દિવસ નહિ જાય ને? | નયસાર અને ધનાસાર્થવાહે ગુરુમહારાજને ઉછળતા ભાવે વહોરાવ્યું, તો તેઓ સત્સંગ પામીને સમકિત પામ્યા. અરે...! છેલ્લે તેઓ ભગવાન મહાવીરદેવ અને ભગવાન ઋષભદેવ બન્યા. આ પ્રભાવ છે સુપાત્રદાનનો ! જેણે પોતાના ઘરના દરવાજા સુપાત્રદાન માટે બંધ કર્યા તેણે હકીકતમાં તો પોતાની સદ્ગતિના દરવાજા બંધ કર્યા, એમ સમજવું.
જે ભવ્ય છે, તેનામાં મોક્ષે જવાની યોગ્યતા છે, પણ તે મોક્ષે જાય જ, એવું નહિ. તે મોક્ષે ન પણ જાય. પરંતુ જે સમકિતી અને તેનો અવશ્ય મોક્ષ થાય જ. તે મોક્ષે ન જાય તેવું કદીપણ ન બને. ગુરુની વાણી, પરમાત્માની ભક્તિ વગેરેથી સમકિત પામી શકાય.
અભવ્યની નિશાની છે નિષ્ફરતા. ‘કાલસીરિક કસાઇ ૫૦૦ પાડા મારવાનું બંધ કરે તો તારી નરક ટળે' એવું ભગવાન પાસેથી સાંભળીને શ્રેણિકે તેને કુવામાં ઉતાર્યો તો ત્યાં જ તેણે કલ્પનાના પ૦૦ પાડા માર્યા ! કેવી કઠોરતા ! કલ્પનાથી માર્યા તો ય તેનું પાપ તો લાગ્યું જ.
જે ધબધબ ચાલે, તેને જીવો મરી જાય તો વાંધો નથી જણાતો, નહિ તો તે ધબ ધબ કેમ ચાલે? તેથી કોઇ જીવ ન મરે તો ય તેને છકાયના જીવોની હિંસાનું પાપ લાગે. તેના બદલે જે જયણાપૂર્વક નીચે જોઇને ચાલે તેનો આશય જીવોને બચાવવાનો હોવાથી કદાચ સહસાત્કારથી એકાએક કોઇ જીવ મરી જાય તો ય તેને માર્યાનું પાપ તેને ન લાગે.
જીવોનું જ્ઞાન મેળવ્યા પછી તેનું રક્ષણ કરવાની પ્રવૃત્તિ શરુ થવી જોઇએ. જ્ઞાન આચારમાં વણાવું જોઇએ. જે જ્ઞાન પરિવર્તન લાવે, આચારમાં ઉતરે તે જ્ઞાનને જ્ઞાન કહેવાય; પણ તે જ્ઞાનને જ્ઞાન ન કહેવાય કે જે હોતે છતે રાગદ્વેષ વધતા હોય.
ભણવા દ્વારા અહંકાર વધતો હોય, ધ્યાન દ્વારા દંભ પોષાતો હોય તો ગંભીરતાથી વિચારવું જરૂરી છે. ફાયદાને બદલે નુકશાન થાય તો કેમ ચાલે?
તત્વઝરણું
૪૦.