________________
અનંતાના અનંતા પ્રકારો છે, છતાં તેને પણ નવ ગુપમાં ગોઠવીને અનંતાના નવ પ્રકારો જણાવ્યા છે. પણ નવમા અનંતાના પ્રમાણ જેટલી કોઇ વસ્તુ આ વિશ્વમાં નથી, તેથી આઠ અનંતાનો વ્યવહાર થાય છે.
વિશ્વમાં સર્વ આત્માઓ આઠમા અનંતા જેટલા છે. તેમાંના ચોથા અનંતા જેટલા અભવ્ય આત્માઓ છે. પાંચમા અનંતા જેટલા આત્માઓ મોક્ષે ગયા છે. ભવ્ય આત્માઓ પણ આઠમા અનંતા જેટલા છે. અરે ! સોયના અગ્ર ભાગે રહે તેટલા બટાટા વગેરે કંદમૂળના કણીયામાં પણ આઠમાં અનંતા જેટલા જીવો છે. આ જાણીને કયો ડાહ્યો માણસ હવે કંદમૂળ ખાવાની ક્રૂરતા આચરે ?
અજેનોને આ જાણકારી નથી, તેથી તેઓ કંદમૂળ ખાય તો તેમને પાપ ના લાગે તેવું નથી, તેમને પણ કંદમૂળમાં થતી જીવહિંસાનું પાપ તો લાગે જ. અજ્ઞાનતા માફીને પાત્ર નથી. “ઈગ્નોરન્સ ઈઝ નોટ એન એસકયુઝ' અમદાવાદ થી મુંબઇ આવીને કોઇ વ્યક્તિ મુંબઇના રસ્તાઓનું જ્ઞાન ન હોવાના કારણે વનવે ઉપર રોંગ સાઇડ ગાડી ચલાવે, તો તે ગુનો કહેવાય કે નહિ? ટ્રાફીક પોલીસને તે વ્યક્તિ એમ કહે કે, “મને ખબર નથી કે આ વનવે છે,' તો તેને માફી મળી જાય? ટ્રાફીક પોલીસ શું કહે? જો તમારે મુંબઇમાં ગાડી ચલાવવી હોય તો પહેલાં એ જાણી લેવું જોઇએ કે વનવે કયા છે અને કયા નથી, બરોબર ને? તેમ માનવજીવન જીવીએ છીએ તો સૌ પ્રથમ જ્ઞાન મેળવી લેવું જોઇએ કે પાપના રસ્તા કયા છે? અને પુણ્યના ઉપાયો કયા છે? દુઃખ શેનાથી આવે? અને સુખ કેવી રીતે મળે? - જે જૈન જાણે છે કે, “કંદમૂળભક્ષણ મહાપાપનું કારણ છે,' તે જાણી જોઇને, નિષ્ફરતાથી કંદમૂળ ખાય તો પેલા અજ્ઞાની અજેન કરતાં તેને વધારે પાપ લાગે. વનવે જાણવા છતાંય, પોલીસની ના હોવા છતાં ય જાણી જોઇને કાયદાનો ભંગ કરનાર વાહનચાલકને તો વધારે જ સજા થાય ને? આમ, અજ્ઞાનતાના કારણે પાપ સેવે તો ઓછું પાપ લાગે. તેના કરતાં જાણી જોઇને પાપ કરે તો વધારે પાપ લાગે કારણકે તે કઠોર-નઠોર બનીને પાપ કરે છે. હા, જાણ્યા પછી પણ, પરિસ્થિતિવશ પાપ કરવું પડે, તો તે વખતે ય જો તે રડતાં રડતાં પાપ કરે તો ઓછું પાપ લાગે. | - તેથી, પાપ કોને કહેવાય? તેની જાણકારી મેળવવી જોઇએ. પાપ ન થઇ જાય તેની કાળજી રાખવી જોઇએ. છતાંય કોઇવાર કારણસર પાપ કરવું જ પડે તો નિષ્ફરતાથી ન કરવું પણ રડતાં રડતાં કરવું અને તેનું પ્રાયશ્ચિત્ત કરવાનું કદી ભૂલવું નહિ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્. તત્વઝરણું