________________
સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૩૦ ગુરુવાર તા. ૮-૮-૦૨
અવ્યવહારરાશીની નિગોદમાં રહેલા આત્માઓ એકેન્દ્રિય જ હોય. તેઓને સ્પર્શનેન્દ્રિય સિવાયની અન્ય ઇન્દ્રિયો ન હોય. આપણે પંચેન્દ્રિય માનવ છીએ; તેથી નક્કી થાય છે કે આપણે ભલે સૌથી પહેલાં અવ્યવહાર રાશીની નિગોદમાં હતા, પણ હાલ તો ત્યાંથી નીકળીને વ્યવહારરાશીમાં આવી ગયા છીએ, પણ હવે સવાલ એ છે કે આપણે ભવ્ય છીએ કે અભવ્ય?
મોક્ષે જવાની જેની યોગ્યતા જ નથી; તેથી જે મોક્ષે જવાનો પણ નથી તે અભવ્ય. જેનામાં યોગ્યતા હોય તે ભવ્ય. જે મોક્ષે જાય તે ભવ્ય હોય જ પણ જે ભવ્ય હોય તે મોક્ષે જાય કે ન પણ જાય. જો અનુકૂળ સંયોગો મળે તો. ભવ્યજીવોની યોગ્યતા ખીલે, નહિ તો ન ખીલે..
દૂધમાં દહીં બનવાની યોગ્યતા તો છે જ, જે તેમાં મેળવણ નાંખો તો દહીં થાય, પણ જો મેળવણ ન નંખાય તો? પાણીમાં ગમે તેટલું મેળવણ નાંખો તો ય દહીં ન થાય, કેમકે તેનામાં તેવી યોગ્યતા જ નથી. તેમ અભવ્યને સાક્ષાત તીર્થંકર પરમાત્મા મળે, તેમની દેશના સાંભળે તો ય મોક્ષે ન જાય.
ઘુવડ સૂર્યને જોઇ ન શકે તેમાં વાંક સૂર્યનો નથી, પણ ઘુવડમાં સૂર્યને જવાની યોગ્યતા નથી. તેમ અભવ્યોને ભગવાન મોક્ષે ન પહોંચાડી શકે, તેમાં વાંક ભગવાનનો નથી, પણ અભવ્યોમાં તેની યોગ્યતા જ નથી માટે તેઓ ન જાય.
અભવ્યનો ઉપદેશ સાંભળીને અનેકો તરી જાય, તેના પ૦૦ શિષ્યો મોક્ષે જાય તેવું બને, પણ તેનો તો મોક્ષ ન જ થાય કારણ કે તે મોક્ષની વાતો કરતો હોવા છતાંય હૃદયથી કદી ય મોક્ષને માનતો જ નથી. છેઆપણે ભવ્ય છીએ કે અભવ્ય? તે કેવી રીતે ખબર પડે? જેણે શત્રુંજયની યાત્રા કરી હોય તે અવશ્ય ભવ્ય હોય, જેનામાં મોક્ષે જવાની યોગ્યતા ન હોય તે શત્રુંજયની યાત્રા કદી ય કરી ન શકે. અત્યાર સુધી જેણે શત્રુંજયની યાત્રા ના કરી હોય તે અભવ્ય જ હોય, એમ નહિ. ભવિષ્યમાં કદાચ કરે પણ ખરો. તેથી યાત્રા ન કરે તે અભવ્ય એવું ન કહેવાય. પણ જેણે શત્રુંજયની યાત્રા કરી હોય તે અવશ્ય ભવ્ય જ હોય, તેમ ચોકકસ કહેવાય. તેથી જે શત્રુંજયની યાત્રા ના કરી હોય તો જલદીથી કરવી જરૂરી છે. જેઓ અત્યાર સુધી શત્રુંજયની યાત્રા ગમે તે કારણસર કરી શકયા ન હોય તે બધાને શત્રુંજયની યાત્રા કરાવવાનો લાભ છોડવા જેવો નથી. i el - સાધુઓને તો સંયમયાત્રા એ જ મોટી તીર્થયાત્રા છે. સ્પેશ્યલ તીર્થયાત્રા જ તત્વઝરણું
- ૩૫