________________
કહેવાય. ઇચ્છા વિના પણ, પરાણે કે અજાણતા જે સહન કરીએ તેમાં અકામનિર્જરા થાય.
નિગોદમાં પણ એક શરીરમાં અનંતા જીવોને જે એકી સાથે રહેવાનું છે તેમાં સહન કરવાનું તો છે જ. તેમાં ન અકળાય તે વધારે કર્મો ખપાવી શકે.
એક આત્મા મોક્ષે ગયો ત્યારે બીજો કોઇ નહિ પણ આપણો જ આત્મા બહાર નીકળ્યો તેમાં મુખ્યત્વે આપણી નિયતિ-ભવિતવ્યતા કારણ છે. જેની નિયતિ પાકે તે બહાર નીકળે. બાકીના ચાર ગૌણપણે કારણ બને. વિશ્વમાં કોઇપણ કાર્ય કારણ વિના થતું નથી.દરેક કાર્યમાં મુખ્ય-ગૌણપણે પાંચ કારણો ભાગ ભજવે છે. (૧)નિયતિ (૨) સ્વભાવ (૩)કાળ (૪) કર્મ અને (૫)પુરુષાર્થ
કાંટા તીક્ષ્ણ જ કેમ ? અગ્નિ ગરમ જ કેમ ? બરફ ઠંડો જ કેમ ? દૂધમાંથી જ દહીં થાય પણ પાણીમાંથી કેમ નહિ ? કોરડું મગ કેમ ન સીઝ? બધાનો જવાબ એક જ છે કે તેવો તેમનો સ્વભાવ છે. અહીં સ્વભાવ મુખ્ય કારણ છે. બાકીના ચાર ગણ કારણ છે.
નવ મહીને જ જન્મ કેમ? કેરી ઉનાળામાં જ કેમ? વાસના બાળપણમાં નહિ, પણ યુવાનવયે જ કેમ જાગે? આમાં મુખ્ય કારણ કાળ છે. બાકીના ચાર ગૌણપણે કારણ છે.
એક હોંશિયાર, બીજે ઠોઠ; કેમ? એક શ્રીમંત, બીજો ગરીબ; કેમ ? જગતમાં જે વિચિત્રતાઓ દેખાય છે, તેમાં કયાંક મુખ્યપણે કર્મ કારણ છે, તો ગૌણપણે બાકીના ચાર કારણો છે, તો ક્યાંક મુખ્યપણે પુરુષાર્થ કારણ છે, તો ગૌણપણે બાકીના ચાર કારણો છે. | કોઇના ઘરે એક કપ ચા પીધા પછી જયાં સુધી બીજાને ચાર કપ ચા ના પીવડાવે ત્યાં સુધી જેને ચેન ન પડે તે સજ્જન કહેવાય. કોઇએ મારી ઉપર ઉપકાર કર્યો, જયાં સુધી હું તેની કે બીજાની ઉપર વળતો ઉપકાર ન કરું ત્યાં સુધી મારા સુખ-ચેન હરામ. સિદ્ધોએ આપણને અવ્યવહાર રાશીની નિગોદમાંથી બહાર કાઢ્યા, તેમનો ઉપકાર ચડ્યો. તેઓ મોક્ષે પહોંચી ગયા છે. આપણે તેમની ઉપર વળતો ઉપકાર કરી શકતા નથી તો શું કરવું ? હું જલ્દી મોક્ષે પહોંચીને કોઇક આત્માને તેમાંથી બહાર કાઢે, આવી વૃત્તિ સતત. પેદા કરવી જોઇએ. | બહાર નીકળેલા આપણને સાધના માર્ગ સમજાવનારા અરિહંતનો ઉપકાર નજર સમક્ષ તરવરવો જોઇએ. હદય બોલે કે, “પ્રભુ! તેં મને જે આપ્યું છે. તેનો બદલો શે વાળું?' ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવીએ, જાતને કેન્દ્રમાં રાખીને નહિ. જે જાતને કેન્દ્રમાં રાખીને જીવે છે, તે માંગણીયો બને છે. જે ભગવાનને તત્વઝરણું