________________
દસ-દસ મિનિટ ૧૪ નિયમો ધારવા અને સંક્ષેપવા માટે આપો. અઢળક પાપો બંધાતા અટકી જશે. તપ, ત્યાગ દાન કર્યા વિના અનંતાનંત સંભવિત પાપોમાંથી મુક્તિ મળશે. કેવું અદ્દભૂત અનુષ્ઠાન. અમુક દ્રવ્યોથી વધારે નહિ વાપરવા વગેરે રુપે આ નિયમો છે. સહજ પળાય તેવા છે. જેટલી છૂટ રાખો તેટલાનું પાપ લાગે. દુનિયામાં તો અઢળક પદાર્થો છે. બાકીના તમામ પદાર્થોની ઇચ્છા નિયમ લેવાથી અટકી જાય. તેથી તેના કારણે બંધાતું પાપ પણ બંધ થઇ જાય.છે ને લખલૂટ કમાણી..તો રોજ ૧૪ નિયમો ધારવાનું નકકી કરી લેશો ને?
- તમામ આત્માઓ સૌ પ્રથમ જે અવ્યવહાર રાશીની નિગોદમાં હતા તો આપણે તેમાંથી બહાર કેવી રીતે નીકળ્યા? આ સવાલ થાય તે સહજ છે. શાસ્ત્રો કહે છે કે એક આત્મા આ સંસારમાંથી મોક્ષે જાય, સિદ્ધ ભગવંત બને
ત્યારે એક આત્મા અવ્યવહાર રાશીની નિગોદમાંથી બહાર નીકળે. | કોઇ એક આત્માએ મોક્ષે પહોંચવા દ્વારા આપણને તે નિગોદમાંથી બહાર કાઢ્યા. આમ સિદ્ધ ભગવંતનો આપણી ઉપર અસીમ ઉપકાર થયો. જેના શાસન બતાડીને અરિહંત પરમાત્મા બહાર નીકળેલા આપણને મોક્ષ સુધી પહોંચાડવાનો ઉપકાર કરી રહ્યા છે. આમ નિગોદમાંથી નિકાસ કરવામાં સિદ્ધ ભગવાનનો ઉપકાર છે, તો નીકળ્યા પછી મોક્ષ સુધીનો વિકાસ સાધવામાં અરિહંત ભગવંતનો ઉપકાર છે.
નિગોદમાંથી આપણને બહાર કાઢવા દ્વારા સિદ્ધ ભગવંતનો આપણી ઉપર જે ઉપકાર થયો છે, તેમાંથી આપણે ત્યારે જ મુક્ત થઇ શકીએ કે જયારે આપણે મોક્ષે પહોંચીને અન્ય એક આત્માને નિગોદમાંથી બહાર કાઢીએ. આ માટે પણ આપણે જલદીથી જલ્દી મોક્ષે જવું જોઇએ. તે માટે સંયમ જીવન સ્વીકારીને ઘોર સાધના કરવી જોઇએ.
જો ત્રણમુક્તિની ભાવના આપણામાં પેદા ન થાય તો આપણામાં પાયાની પણ લાયકાત નથી તેમ સમજવું. કૃતજ્ઞતા તો પાયાનો ગુણ છે; કોઇના ઉપકારને શી રીતે વિસરી જવાય? તેથી સિદ્ધ ભગવંતના ઉપકારને સતત ધ્યાનમાં રાખીને, સિદ્ધ બનવાનો પુરુષાર્થ આજથી જ ઉલ્લાસપૂર્વક આરંભી દેવો જોઇએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
| તત્વઝરણું
૩૧