________________
'સંવત ૨૦૫૮ અષાઢ વદ : ૧૨ મંગળવાર, તા. -૮-૦૨
ધર્મના કેન્દ્ર સ્થાને આત્મા છે. વિજ્ઞાનના કેન્દ્ર સ્થાને પદાર્થ છે. વૈજ્ઞાનિકો પદાર્થો ઉપર પ્રયોગો કરીને પદાર્થોમાં પરિવર્તન લાવે, પણ પોતાના આત્માને તો તેવો ને તેવો જ રાખે. ધર્મ તેનું સેવન કરનારા આત્મામાં પરિવર્તન લાવે. વિજ્ઞાન અને ધર્મમાં આ તો પાયાનો તફાવત છે. પદાર્થમાં પરિવર્તન લાવે તે વિજ્ઞાન, આત્મામાં પરિવર્તન લાવે તે ધર્મ.
કર્મયુક્ત,દુઃખી, પાપી આત્માને ફેરવીને કમરહિત, સુખી, ગુણી બનાવવા માટે ધર્મની જીવનમાં અત્યંત આવશ્યક્તા છે. આપણો આત્મા સૌથી પહેલા અવ્યવહાર રાશીની નિગોદમાં હતો. ત્યાંથી મોક્ષ સુધીની યાત્રા આપણે આરંભી છે.
પ્રવાસે જઇએ ત્યારે આપણને ખ્યાલ હોવો જ જોઇએ કે આપણે કયાં જવું છે? ત્યાં જવાના ઉપાયો કયા? તેમ નિગોદથી આપણી મુસાફરી શરુ થઇ છે; આપણને સતત ખ્યાલ હોવો જ જોઇએ કે આપણે મોક્ષે પહોંચવાનું છે. તે માટે મોક્ષે જવાના ઉપાયો જાણવા જોઇએ. જાણીને આદરવા જોઇએ.
આપણે સૌ પ્રથમ નિગોદમાં હતા, ત્યાં પાપની ઘણી પ્રવૃત્તિ કરતાં ન હોવા છતાંય પાપો કરવાની વૃત્તિ રુપ અવિરતિ હતી, તે પાપો બંધાવીને ત્યાં જ જન્મ-મરણ કરાવતી હતી. આ પાપવૃત્તિ ખૂબ ખરાબ છે; તેને દૂર કરવા બાધા તો લેવાની જ.
e ઘણા કહે છે કે 'બાધા લઇને તૂટી જાય, તેના કરતાં બાધા ન લેવી સારી,’ પણ આ વાત બરોબર નથી. જૈન શાસનને માન્ય નથી. આ ઉસૂત્ર વચન છે. આવું માનનારાને પ્રાયશ્ચિત્ત આવે.
બાધા તો લેવાની જ; તૂટી ન જાય તેની કાળજી લેવાની. કયા કયા સંયોગોની શકયતા છે? તેમાં મારાથી બાધાનું પાલન થશે કે નહિ? મારી મક્કમતા-ધીરતા કેવી છે? તે બધું વિચારીને બાધા તો લેવાની જ, જરુર જણાય તો તેમાં થોડી છૂટછાટ રાખવાની. જેથી બાધા તૂટવાનો સવાલ જ ન આવે. છતાંય કોઇવાર બાધા તૂટી જ જાય, તો તેનું પ્રાયશ્ચિત્ત લેવાનું પણ બાધા લીધા વિના તો નહિ જ રહેવાનું. પાળવાના ભાવથી લીધેલી બાધા કયારેક તૂટે, તો જે દોષ લાગે તેના કરતાં બાધા લેવી જ નહિ તે ઘણો મોટો ભયાનક દોષ છે. - અન્નત્થ સૂત્રનું બીજું નામ આગારસૂત્ર છે. આગાર એટલે છૂટ. તસ્સા ઉત્તરી સૂત્ર, અરિહંત ચેઇઆણં સૂત્ર, વૈયાવચ્ચગરાણં સૂત્ર વગેરે પછી છૂટો જણાવનારું આ સૂત્ર બોલાય છે. પૂર્વે બોલાતા સૂત્રોમાં કરેમિ કાઉસ્સગ્ગ' કે ‘ઠામિ કાઉસ્સગ્ગ” પદો વડે કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરાય છે-નિયમ લેવાય તત્વઝરણું
૨૯
૨૯