________________
શાસ્ત્રો કહે છે. રસગારવ = ખાવા-પીવાની આસક્તિ, ઋદ્ધિગારવ = ઐશ્વર્યમાન-સન્માનની આસક્તિ અને શાતાગારવ = શરીરની સુખશીલતા વગેરે રૂપ પ્રમાદે તેમની આરાધનાઓ ઉપર પાણી ફેરવી દીધું. તેથી આરાધના સાથે આમાંનો કોઇપણ પ્રમાદ આપણા જીવનમાં ઘર ન કરી જાય, તે માટે સતત સાવધ રહેવું જરૂરી છે. જો કે નિગોદમાં ગયેલા ચૌદપૂર્વીઓ કરતાં ઘણા વધારે ચોદપૂર્વીઓ તો અપ્રમત્ત સાધના કરીને મોક્ષે પહોંચ્યા છે. - નિગોદના જીવને આપણા જેવું શરીર નથી. સ્પર્શનેન્દ્રિય સિવાય કોઇ ઇન્દ્રિય નથી. મન નથી, ૪૮ મિનિટથી વધારે તેનું આયુષ્ય નથી. તો તે કેવા પાપો કરે કે જેના કારણે અનંતકાળ સુધી ત્યાં ને ત્યાં જ જન્મ, મરણ કર્યા કરે? - પાપો બાંધવાના ચાર કારણો છે. (૧)મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય અને (૪)ચોગ. આ ચારેય કારણો હાજર હોવા છતાં ય તેમાંનું અવિરતિકારણ તેમને સતત નિગોદમાં ધકેલ્યા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. - પાપ કરવાની વૃત્તિ તે અવિરતિ. પાપ કરો છો કે નથી કરતાં, તે મહત્ત્વનું નથી પણ પાપ કરવાની વૃત્તિ છે કે નહિ? તે મહત્ત્વનું છે. જો પાપ કરવાની વૃત્તિ અંદર પડી હોય તો પાપ પ્રવૃત્તિ ન કરવા છતાં ય તેનું પાપ લાગ્યા કરે, તેને અવિરતિનું પાપ કહેવાય. પાપ કરવાની વૃત્તિને તોડવા બાધા લેવી જોઇએ. જયાં સુધી પાપત્યાગનો નિયમ ન લો, ત્યાં સુધી પાપની વૃત્તિ ઊભી રહેવાથી પાપ લાગ્યા કરે. થોડા વ્રત-નિયમ લેવા તે દેશવિરતિ. બધી બાધા લેવી તે સર્વવિરતિ. કોઇપણ નિયમ લેવા નહિ તે અવિરતિ,
અપ્રત્યાખ્યાનીય કષાય મોહનીચ નામનું કર્મ છે. તેનો ઉદય દૂર થાય ત્યારે બાધા-નિયમ લેવાનું મન થાય. દેવો અને નારકોને આ અપ્રત્યાખ્યાનીયા કષાયોનો નિકાચિત ઉદય હોય તેથી તેઓ કદી ય નાનું પણ વ્રત, પચ્ચખાણ ન કરી શકે. ભગવાનની ભક્તિ કરી શકે પણ વ્રત-નિયમ નહિ. જયારે આપણને સામાન્યતઃ તે કષાયોનો નિકાચિત ઉદય ન હોય, તેથી આપણે જો થોડોક પ્રયત્ન કરીએ તો નાના નિયમથી માંડીને દીક્ષા સુધીનું બધું જ કરી શકીએ. માત્ર પ્રયત્ન કરવો જરૂરી છે, કયારે કરીશું?
પાપપ્રવૃત્તિ ન કરવા છતાંય પાપ કેમ લાગે? એમ ન પૂછવું. તેની ઇચ્છાથી, તેના વિચારથી પણ પાપ લાગે. કોઇને મારીએ નહિ પણ મારવાનો વિચાર કરીએ તો પાપ લાગે કે નહિ? કોઇ સ્ત્રી પસાર થઇ ગઇ. અડ્યા પણ નથી, પણ તેના માટે બધા જ ખરાબ વિચારો આવ્યા, તો તેનું પાપ લાગે કે નહિ? આમાં પાપની પ્રવૃત્તિ કયાં કોઇ કરી છે? હા
, તત્વઝરણું
૨૦